સિદ્ધપુરના બિલીયા પાસેથી SOGએ એક શખ્સને દબોચ્યો, અન્ય એકની શોધખોળ હાથ ધરી

Views 122

પાટણ એસઓજી પોલીસે બાતમીના આધારે સિધ્ધપુર તાલુકાના બિલીયા ગામે ગાંજાનુ ગેરકાયદેસરનું વેચાણ કરતા એક શખ્સને ગાંજાના જથ્થા સાથે આબાદ ઝડપી લઇ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનામાં સંડોવાયેલા અન્ય એક ઈસમને ઝડપી લેવાના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિને ડામી દેવા જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ પોલીસ મથકોને આદેશ કરાયા હોય જેના પગલે પાટણ એસઓજી પોલીસ દ્વારા નશીલા પદાર્થોનું વેચાણ કરતા સામાજિક તત્વોને ઝડપી લેવા ચક્રો ગતિમાન બનાવ્યા હતા.

ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના બીલીયા ગામે રહેતા નાઇ કિર્તીભાઈ ચંદ્રકાંતભાઈ નામનો શખ્સ પોતાના ઘરે ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા એસઓજી ટીમે ઘટના સ્થળે ઓચિંતી રેડ કરી ગાંજાનો જથ્થો 1.740 કિ. ગ્રામ કિંમત રૂપિયા 17,640 સાથે નાઈ કિર્તીભાઈ ચંદ્રકાંતભાઈ નારાયણભાઈ રહે બીલીયા વાળાને આબાદ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલા અને પોલીસ પકડથી દૂર એવા મુકેશ ગરાસિયા નામના ઇસમને ઝડપી લેવાના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *