સાબરમતી પોલીસની હદમાં આવેલા ત્રાગડ વિસ્તાર માંથી તાંબાના વાયરો લુટ થયાની ફરિયાદ થઇ હતી. સાબરમતી પોલીસ દ્વારા તમામ હકીકતની તપાસ કરતા બે આરોપીઓની ગણતરીના સમયમાં ધરપકડ કરવામાં આવી છે. લીતના આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ૧૦૦ થી વધુ CCTV ચેક કરી ગુન્હાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.
લૂટના બનાવવાળી જગ્યા તેમજ આજુબાજુ વિસ્તારમાં સી.સી.ટી.વી ફુટેઝ ચેક કરવા અલગ – અલગ ટીમો બનાવી ફુટેઝ ચેક કરતાં એક પીકઅપ ડાલુ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું. જેના રૂટ મુજબ આગળ ફુટેઝ ચેક કરતાં ઘાટલોડીયા વિસ્તારમાં સી.સી.ટી.વી ફુટેઝ ચેક કરવાની કામગીરીમાં શરુ કરવામાં આવી હતી. મેળવેલ સી.સી.ટી.વી ફુટેઝ આધારે તપાસ કરતા સર્વેલન્સ સ્કોડના
સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર R.S. ઠાકર અને PSI શ્રી બી.પી.ભેટારીયા તથા સાથેના પો.કો. કમલેશકુમાર સોમાભાઇ, હિતેષકુમાર મોહનભાઇ, કમલેશકુમાર સાગરભાઇને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે , ” સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ત્રાગડ વિસ્તારમાં તાંબાના વાયરની લૂટનો મુદ્દામાલ હાલમાં ઘાટલોડીયા પાવાપુરી સર્કલ સિમંધર પાર્ક સોસાયટીના નાકે આવેલ એક લોખંડની ઝાળીવાળા ગોડાઉનમાં પડેલ છે વિગેરે બાતમી હકીકત આધારે સ્ટાફના માણસો તેમજ પંચોને સાથે રાખી હકીકતવાળી જગ્યાએ તપાસ દરમ્યાન આરોપી પારસ ભેરૂલાલ કુમાવત ઉ.વ .૩૨ રહે . – પ્રતાપસ્કુલની બાજુમાં આવેલ કાચા છાપરામાં , પાવાપુરી રોડ ઘાટલોડીયા , સોલા અમદાવાદ શહેર તથા ૦૭ , સંસ્કૃત એપાર્ટમેન્ટ , નારશ બંગ્લોઝ , અલ્કાપુરી સોસાયટી પાસે ઘાટલોડીયા અમદાવાદથી પકડી લઈ ગુનામાં ચોરીએ ગયેલ પોલીકેબ કંપનીના અલગ – અલગ થીકનેશ તથા અલગ – અલગ કલરના કેબલ વાયરોના પ્લાસ્ટીકના કુલ બોક્ષ નંગ -૯૩ જેની કુલ્લે કિમત રૂપિયા ૧૧,૫૨,૨૯૬ / – નો મુદ્દામાલ રિકવર કરી ઉપરોક્ત ગુનો ડીટેક્ટ કરવામાં આવેલ છે.
આરોપી ( ૧ ) પારસ નાઓની પુછપરછ દરમ્યાન સદર ચોરીનો મુદ્દામાલ આરોપીઓ રતન રામલાલ ગાડરી તથા અંબાલાલ શંકરલાલ ગાડરી નાઓ આપી ગયેલ હોવાનુ જણાવેલ તેમજ આરોપી નં , ( ર ) રતન રામલાલ ગાડરી નાઓની પુછપરછ દરમ્યાન સદર ગુનાનો ચોરીયે ગયેલ મુદ્દામાલ બંટી યાદવ નાનો આપી ગયેલ હોવાનુ જણાવેલ છે હાલમાં આરોપી રતન રામલાલ ગાડરીને નાની પાસે મો.સા રીકવરી કરવામાં આવેલ છે અને હાલમાં નજર કેદ રાખેલ છે . અને હાલમાં આગળની વધુ તપાસ શરુ કરી છે.
ગુન્હો ઉકેલવા માટે સારી કામગીરી કરનાર :-
( ૧ ) પો.સબ.ઇન્સ બી.પી.ભેટારીયા
( ર ) મ.સ.ઇ. રામમોહન ધરમસિંહ
( ૩ ) હેડ કોન્સ . જગદીશચંન્દ્ર વિનોદકુમાર બ.નં .૮૫૨૪
( ૪ ) હે.કો ભરતસિંહ છત્રસિંહ બ.નં .૫૨૪૪
( ૫ ) હે.કો. હિરાભાઇ રૂપસિંહ બ.નં -૩૯૨૭
( ૬ ) હે.કો. કિશોરસિંહ ભેરૂસિંહ બ.નં .૮૨૯ ર
( ૭ ) પો.કો.કમલેશકુમાર સોમાભાઇ બ.નં -૫૭૧૧
( ૮ ) પો.કો. કમલેશકુમાર સાગરભાઇ બ.નં .૮૦૫૫
( ૯ ) પો.કો હિતેષકુમાર મોહનભાઇ બ.નં .૫૯૫૯
( ૧૦ ) પો.કો. મોઘજીભાઇ વિરમભાઇ બ.નં .૮૩૦૨
( ૧૧ ) પો.કો. અજયકુમાર નરસિંહભાઇ બ.નં -૭૩૩૪
( ૧૨ ) પો.કો. માલજીભાઇ સુખાભાઇ બ.નં -૬૩૦૦
( ૧૩ ) પો.કો. હિતેષભાઇ નાગજીભાઇ બ.નં .૧૩૨૧૪
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
ક્રાઇમ રિપોર્ટર જગદીશ સોલંકી, લીના રાવત
સાબરમતી ના પીઆઇ સાહેબ ઠાકર ની સરાનીય કામગીરી
Views 55