આંગડીયા પેઢીની રૂપિયા બે કરોડ નવ લાખની લુંટનો ગુન્હો આચરનાર કુલ -૭ ઇસમો પૈકી ૫ ઇસમોને પકડી રોકડ રૂપિયા ૧ કરોડ ૧ લાખ તથા ર વાહનો રીકવર કરી , ગુન્હો શોધી કાઢી , આરોપી વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરતી ગાંધીનગર જીલ્લા પોલીસ ટીમ
તા .૨ / ૨ / ૨૦૨૨ નારોજ છત્ર પાસેથી દિપકકુમાર શાંતિલાલ પટેલ નાઓ ઇકો ગાડીમાં પેઢીના રૂપિયા ૨,૦૯,૦૦,૦૦૦ / – લઇ પસાર થતા હતા દરમ્યાન એક સફેદ કલરની નંબર વગરની સુમો ગાડી લઇ પાંચ થી છ જેટલા અજાણ્યા ઇસમો આવેલ અને આ ઇકો ગાડીને રોકી , ફરીયાદી દિપકકુમારને પાઇપના ટુકડા વડે માર મારી ગાડીમાંથી ઉપરોકત નાણા ( બે કરોડ નવ લાખ ) ની લુંટ કરી નાસી ગયેલ , જે બાબતે દિપકકુમાર શાંતિલાલ પટેલએ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા ગુ.ર.નં ૧૧૨૧૬૦૨૨૨૨૦૦૬૩/૨૦૨૨ ઇ.પી.કો કલમ- ૩૯૫ જી.પી.એકટ કલમ- ૧૩૫ મુજબનો ગુન્હો નોંધાયેલ . જેથી ઉપરોકત ગુન્હાના આરોપીઓને પકડી પાડવા અને આ ગુન્હો શોધી કાઢવા સારૂ ગાંધીનગર રેન્જ આઇ.જી.પી. શ્રી અભય ચુડાસમા તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડાએ સ્થળ વિજીટ કરી એલ.સી.બી , એસ.ઓ.જી તથા કલોલ તાલુકા પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો તૈયાર કરી ગુન્હો શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપેલ . જે આધારે એલ.સી.બી , એસ.ઓ.જી તથા કલોલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો દવારા સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરી , ટેકનીકલ સર્વેલન્સ આધારે આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત કરી ગુન્હામાં સામેલ ૭ આરોપીઓ તથા મુદ્દામાલ રાખનાર ૧ આરોપી મળી કુલ -૮ આરોપીઓ પૈકી ૫ આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે . > પકડાયેલ આરોપીઓ ૧. વસંત કરમણભાઇ ચૌધરી રહે . હાલ કડી દેત્રોજ રોડ ફલઇટ નં -૯ હેરીટેજ પ્લાઝા , ૩ જો માળ તા.કડી જી . મહેસાણા મુળ રહે જાવંત્રીગામ પટેલવાસ તા.રાધનપુર જી . પાટણ ૨. રાજુભાઇ હીરાભાઇ ઠાકોર રહે . ડઢાણા હરીપુરા માંડલ જી . અમદાવાદ ગ્રામ્ય ૩. અનિલ શંકરલાલ ભગોરા રહે . કડીયાનાકા ખેરવાડા ડુંગરપુર રાજસ્થાન ૪. સંજય બંસીલાલ નિનામા રહે . કડીયાનાકા ખેરવાડા ડુંગરપુર રાજસ્થાન ૫. સૌરવ ગૌતમભાઇ પટેલ રહે . ઓઢવ ગામ પટેલ વાસ તા . દેત્રોજ જી . અમદાવાદ
પકડવાના બાકી આરોપીઓ – ૧. ગૌતમ ગણપતભાઇ પટેલ રહે . ઓઢવ ગામ પટેલ વાસ તા . દેત્રોજ જી . અમદાવાદ ૨. ઇશ્વર રામાજી ગામેતી રહે . તલૈયા બિચ્છીવાડા રાજસ્થાન ૩. જયદિપસિંહ રહે . વસઇ જી . મહેસાણા ઉપરોકત આરોપીઓ પૈકી આરોપી વસંતભાઇ કરમણભાઇ ચૌધરી કડી ખાતે પુંશ તથા ભંગારનો ધંધો કરતો હોઇ પોતાના નાણાકીય વ્યવહાર અંગે અવાર નવાર એમ.એસ આંગડીયા પેઢીમાં જતો હતો અને પેઢીના નાણાંકીય વ્યવહાર તથા કર્મચારીની આવક જાવકથી વાકેફ હોઇ જેથી અન્ય આરોપી ગૌતમ ગણપતભાઇ પટેલ રહે . ઓઢવ તા.દેત્રોજવાળા સાથે મળી લુંટની યોજના બનાવેલ . જેમાં ગૌતમ પટેલે રાજુજી હીરાજી ઠાકોર મારફતે અન્ય ત્રણ આરોપીઓ રાજસ્થાનના વીંછીવાડા ખાતેથી લુંટ કરવા બોલાવેલ હતા . જેમાં રાજુજી હીરાજી ઠાકોરનો સાળો ઇશ્વર રામાજી ગામેતી તથા અનિલ શંકરલાલ ભગોરા અને સંજય બંસીલાલ નિનામા નાઓ સામેલ છે . આ ઉપરાંત અન્ય એક આરોપી જયદિપસિંહ રહે . વસઇવાળાને ગૌતમ પટેલ પોતાની સાથે લઇ આવેલ હતો . લુંટ દરમ્યાન આરોપી વસંત ચૌધરીએ કડી છત્રાલ હાઇવે ઉપર પોતાની ટાટા હેરીયર ગાડી સાથે વોચ રાખેલ તે દરમ્યાન ફરીયાદી ગાડી લઇ નિકળતા ગૌતમ પટેલએ પોતાના ઉપરોકત સાગરીતો સાથે હોન્ડા સાઇન બાઇક તથા સુમો ગાડીમાં ફરીયાદીનો પીછો કરી છત્રાલ હાઇવે કરણ પેપરમીલ પાસે ફરીયાદીને આંતરી માર મારી રોકડ રૂપિયા ૨,૦૯,૦૦,૦૦૦ / – લઇ નાસી ગયેલ . પકડાયેલ આરોપીઓ પૈકી સૌરવ ગૌતમભાઇ પટેલ , લુંટના મુખ્ય સુત્રધાર ગૌતમ પટેલનો પુત્ર છે જેની પાસેથી લૂંટમાં ગયેલ રોકડ પૈકીના રૂપિયા ૪૦ લાખ કબ્જે કરવામાં આવેલ છે તથા આશરે રૂપિયા ૧૦ લાખ સૌરવ પટેલએ દેવુ ચુકતે કરવામાં , બેંકમાંથી દાગીના છોડાવવામાં તથા એલ.આઇ.સી પોલીસીનું પ્રિમીયમ ભરેલ છે . જેથી ગુન્હાનો મુદ્દામાલ રાખવા તથા તેનો ઉપયોગ કરવાના હેતુસર તેની પણ ઘરપકડ કરવામાં આવેલ છે . તપાસ દરમ્યાન પકડાયેલ કુલ -૫ આરોપીઓ પાસેથી કુલ રૂ . ૧,૦૧,૦૦,૦૦૦ / – તથા લુંટમાં ઉપયોગમાં લીધેલ વાહનો ટાટા હેરીયર નંબર- જી.જે -૦૨ ડી.એમ ૦૪૧૬ તથા ટાટા સુમો ગાડી કબ્જે કરવામાં આવેલ છે વોન્ટેડ આરોપીઓ પૈકી ગૌતમ પટેલ તથા જયદિપસિંહ વિદેશ ચાલ્યા ગયેલ તપાસ દરમ્યાન હકીકત જાણવા મળેલ છે જે બાબતે હાલ તપાસ ચાલુ છે . 1 – આરોપીનો ગુન્હાહિત ઇતિહાસઃ ગૌતમ ગણપતભાઇ પટેલ રહે . ઓઢવ ગામ પટેલ વાસ તા . દેત્રોજ જી . અમદાવાદ નાઓ વિરુધ્ધ ૧. અમદાવાદ શહેર કાલુપુર પો.સ્ટે . ફ . ગુ.ર.નં ૮૫/૨૦૦૩ ઇ.પી.કો કલમ- ૩૯૪ , ૧૧૪ મુજબનો આંગડીયા લુંટનો ગુન્હો નોંધાયેલ છે . ૨. દેત્રોજ પો.સ્ટે . ફ . ગુ.ર.નં ૭/૨૦૧૯ ઇ.પી. કોમલ- ૩૨૪ , ૩૨૫ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) મુજબ મારામારીનો ગુન્હો નોંધાયેલ છે .
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
ક્રાઇમ રિપોર્ટર જગદીશ સોલંકી