સરકારી તંત્રની બેદરકારીને કારણે ગુજરાતમાં દિન-પ્રતિદિન પ્રાઇવેટ કંપનીઓની વધી રહેલી દાદાગીરીથી હજારો લાચાર,મજબૂર પીડિત કર્મચારીઓ બની રહ્યા છે બેરોજગાર

Views 130

સરકારી તંત્રની બેદરકારીને કારણે ગુજરાતમાં દિન-પ્રતિદિન પ્રાઇવેટ કંપનીઓની વધી રહેલી દાદાગીરીથી હજારો લાચાર,મજબૂર પીડિત  કર્મચારીઓ બની રહ્યા છે બેરોજગાર                 
       કડી તાલુકાના બલાસર ગામ નજીક સી.એમ. આર. ચિહો ઇન્ડષ્ટ્રીઝ ઇન્ડિયા પ્રાઇવેટ કંપની આવેલ છે.આ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને કોઈપણ પ્રકારના સેફટી સાધનો આપવામાં આવતા નથી.જેથી અવાર- નવાર તેઓને નાની-મોટી ઇજાઓ થતી જ હોય છે.જેની પ્રાથમિક સારવાર કરાવીને જે તે કર્મચારીને ઘરે મોકલી દેવામાં આવે છે.ત્યારબાદ પીડિત કર્મચારીને કોઇપણ પ્રકારનો દવાનો ખર્ચ કે પગાર આપવામાં આવતો નથી.
આ બાબતે આ કંપનીના ૧૨૦ જેવા કર્મચારીઓની કેટલીક માંગની રજુઆત કરવા ગયેલા ચાર કર્મચારીઓ સાથે ખુદ કંપનીના એચ.આર. વિશાલભાઇ પટેલ દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવેલ અને કહેવામાં આવ્યું હતું કે કદાચ તમો મરી જાઓ તો પણ કંપની એક પૈસો પણ આપશે નહીં.ત્યારબાદ બીજા દિવસથી આ ચાર કર્મચારીઓને કંપનીમાંથી કાઢી મુકવામાં આવેલ તથા ચોરીના ગુનામાં સંડોવી દેવાની ધમકી પણ આપવામાં આવેલ.
આ બાબતે મહેસાણા જિલ્લા કલેક્ટરશ્રીની શ્રમ આયોગ કચેરી ખાતે લેખિતમાં જાણ કરવામાં આવેલ છે.
    આમ સરકારની બેદરકારીને કારણે ગુજરાતમાં દિન- પ્રતિદિન પ્રાઇવેટ કંપનીઓમાં ખુલ્લી દાદાગીરી વધી રહી છે જેના કારણે હજારો પીડિત યુવાનો લાચાર,મજબૂર થઈને બેરોજગાર બની રહ્યા છે

મનોજ ઠાકોર મહેસાણા
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *