પંચમહાલ:-કાલોલ તાલુકાની ડેરોલ અને મોટી શામાળદેવી પ્રાથમિક શાળાઓમાં બીજી ઓક્ટોબરના ગાંધી જયતી ના દિવસે હેન્ડ વૉશ કેમ્પેઇંગ કાયૅક્રમ યોજાયો

Views 139

          પંચમહાલ:-કાલોલ તાલુકાની ડેરોલ અને મોટી શામાળદેવી પ્રાથમિક શાળાઓમાં બીજી ઓક્ટોબરના ગાંધી જયતી ના દિવસે હેન્ડ વૉશ કેમ્પેઇંગ કાયૅક્રમ યોજાયો

    

દેશ ભરમાં બીજી ઓક્ટોબર ગાંધીજીના જન્મ દિવસ તરીકે જાણીતો છે. તેમજ આ દિવસ વિશ્વ સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે. જ્યારે બીજી ઓક્ટોબરના દિવસે આઈ.સી.ડી.એસ. નો પણ સ્થાપના દિવસ તરીકે ગણાતો હોય છે. જ્યારે ગુજરાતના  મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા  કોરોનાના ભરડાને ધ્યાનમાં રાખીને  ગુજરાત પોષણ અભિયાન હેઠળ કોવિડ-૧૯ ના કપરા સમયમાં સોસિયલ ડિસ્ટન સાથે ખાસ વાંરવાર હાથ ધોવા પર ભાર મુકવા બીજી ઓક્ટોબર ૨૦૨૦ ગાંધી જયંતિના દિવસે તમામ આંગણવાડી કેન્દ્રોમાં ગુજરાત હેન્ડ વૉશિંગ કેમ્પેઇંગ એટ નંદઘર ઝુંબેશ રૂપે સ્વચ્છતા બાબતે જનજાગૃતિ માટે કાયૅક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું વિજય રૂપાણી દ્વારા લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા આંગણવાડી, આરોગ્ય વિભાગ,અને પ્રાથમિક શાળાઓના સંયુક્ત ઉપક્રમે કાલોલ તાલુકામાં આંગણવાડી ના બે ઘટકોમાં ચોવીસ પ્રાથમિક શાળાઓમાં હેન્ડ વૉશ કેમ્પેઇંગ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં દરેક પ્રાથમિક શાળાઓમાં ૧૦૦ એમ કુલ મળીને ૨૪૦૦ કિશોરીઓ અને માતાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમને સુરત શક્તિ ફાઉન્ડેશન દ્વારા પંચમહાલ જિલ્લાને ગાંધીજીના સ્ટીકર સાથેની હેન્ડ બેગ, એક માસ્ક અને પ્રમાણ પત્ર ડોનેટ કરવામાં આવ્યા હતાં.
જેનાં ભાગરૂપે ડેરોલ પ્રાથમિક શાળામાં અને મોટી શામળદેવી પ્રાથમિક શાળામાં પણ બીજી ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ આંગળવાડી કાયૅકર અને તેડાઘર બહેનો, પ્રાથમિક શાળાની મહીલા શિક્ષક સ્ટાફ ગણ,ડેરોલ પ્રાથમિક આરોગ્ય બહેનો, તેમજ કાલોલ નોડલ અધિકારી અને ગ્રામ્ય પંચાયત સરપંચની ઉપસ્થિતિમાં સોસિયલ ડિસ્ટન સાથે ૧૦૦ જેટલી કિશોરીઓ અને માતાઓને કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું ‌. તદુપરાંત આ કાયૅક્રમનું લાઈવ પ્રસારણ નિહાળી માગૅદશૅન લીધું હતું.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર
કાલોલ(પંચમહાલ)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *