શીખ સમુદાયના અપમાન માટે દિલ્હી એસેમ્બલી પેનલે કંગના રનૌતને સમન પાઠવ્યું

Views 144

કંગના રનૌતની મુશ્કેલીઓમાં થયો વધારો

વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને કહ્યા હતા ખાલિસ્તાની

કંગનાએ વિરોધ પ્રદર્શન કરી રહેલ શીખ ખેડૂતો માટે ખાલિસ્તાની આંદોલન શબ્દનો ઉપયોગ કર્યો હતો
કંગના રનૌત ફરી એક વખત મોંફાટ બોલવાને કારણે સમસ્યાઓથી ઘેરાઈ ગઈ છે. દિલ્હીમાં આમઆદમી પાર્ટીની સરકારે કંગના રનૌતને સમન પાઠવ્યું છે. આ મુદ્દો ખેડૂત આંદોલન દરમિયાન શીખ સમુદાય માટે નફરત ફેલાવતા વાક્યોની સોશિયલ મીડિયા પોસ્ટનો છે.
કંગનાએ વિરોધ પ્રદર્શન કરી રહેલ શીખ ખેડૂતો માટે ખાલિસ્તાની આંદોલન શબ્દનો ઉપયોગ કર્યો હતો. એવામાં હવે દિલ્હી એસેમ્બલી કમિટી ઓન પીસ એન્ડ હાર્મોનીએ કંગનાને પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. આ કમિટીનું સંચાલન રાઘવ ચઠ્ઠા કરી રહ્યા છે.
રિપોર્ટ મુજબ કંગના રનૌતને 6 ડિસેમ્બરે બપોરે 12 કલાકે કમિટી સામે હાજર થવા માટે કંગનાને સમન પાઠવાયું છે. આ પહેલાં દિલ્હી શીખ ગુરુદ્વારાની સમિતિએ પણ ઇન્સ્ટાગ્રામ પર શીખ કમ્યુનિટી વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવા માટે કંગના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *