શિયાળાની શરૂઆત સાથે જ ગાર્ડનમાં લોકોની ભીડ
મોટી સંખ્યામાં મોર્નિંગ વૉક કરવા લોકો ઉમટ્યા
અમદાવાદના લો ગાર્ડનમાં શહેરીજનોનો જમાવડો
રાજ્યમાં ઉતરપૂર્વના પવનનો ફૂંકાય રહ્યા છે અને શિયાળાની શરૂઆત પણ થઈ ગઈ છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. શિયાળાની શરૂઆત સાથે જ ગાર્ડનમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં લોકો મોર્નિંગ વોકર્સ માટે ઉમટ્યા છે. ત્યારે અમદાવાદના લો ગાર્ડનમાં શહેરીજનોનો જમાવડો જોવા મળ્યો હતો.
જ્યારે સુરતમાં ફરી વખત તાપમાન ઘટીને ૨૨.૪ ડિગ્રીએ પહોંચ્યું છે. સુરતમાં ઠંડીએ દસ્તક દીધા બાદ એકાએક ગાયબ થઇ ગઇ હતી. હવે ફરીથી ઠંડીનું જોર વધી રહ્યું છે. ગતરોજ સુરતનું રાત્રીનું તાપમાન ૨૪.૬ ડિગ્રી નોંધાયું હતું. જે ઘટીને ૨૨.૪ ડિગ્રીએ પહોંચ્યું છે. જોકે,દિવસના તાપમાનમાં ખાસ કોઇ ફેરફાર જોવા મળ્યો નથી.
સુરતનું દિવસનું તાપમાન ૩૩.૮ ડિગ્રીની આસપાસ સ્થિર છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરના પવનો ફૂંકાવાનું શરૂ થતાં આગામી દિવસમાં ઠંડીનું જોર વધશે. સુરતનું રાત્રીનું તાપમાન ૨.૨ ડિગ્રી ઘટ્યું. આગામી દિવસમાં ઠંડીનું જોર વધશે.