એડવાન્સ બુકિંગની યોજના ફળી, દર વખત કરતાં ધરખમ આવક
રાજકોટ ડિવિઝનના 5 લાખના ટાર્ગેટ સામે એક્સ્ટ્રા બસથી 8.5 લાખની આવક
મોરબી એસટી ડેપોને આ વખતે દિવાળી ફ્ળીભૂત થઈ છે. જેમાં રાજકોટ ડિવિઝને ૫ લાખના ટાર્ગેટ આપ્યો હતો એની સામે મોરબી એસટી ડેપોએ સુચારુ સંચાલન કરી એક્સ્ટ્રા બસ થકી રૂ. 8 લાખનો વકરો કર્યો છે. જ્યારે દિવાળીના સમગ્ર તહેવારોમાં મોરબી એસટી ડેપોએ આઠ દિવસમાં જ દિવસમાં રૂ.35.25 લાખની આવક કરીને સરકારી તિજોરી છલકાવી છે.
મોરબી એસટી ડેપોએ દાહોદ, ગોધરા અને પંચમહાલ, અમદાવાદ, રાજકોટ, સુરત, જામનગર સહિતના રૂટ ઉપર એક્સ્ટ્રા બસો દોડાવી હતી. જેથી મોટાભાગની બસો ભરચકક જોવા મળી હતી. મોટાભાગની એસટી બસો હાઉસફ્ુલ રહેતા એસટી તંત્રને 8 દિવસમાં રૂ.35,25,123ની આવક થઈ છે. આ વખતે એસટી તંત્ર દ્વારા એડવાન્સ બુકીંગની યોજના અમલમાં મુકવામાં આવી હતી. જેમાં જે સ્થળે બુકીંગ કરાઈ ત્યાંથી બસ પિકઅપ કરીને ઉપડતી હતી.જેમાં ૫૨ ટ્રીપનું એડવાન્સ બુકીંગ થઈ ગયું હતું. મોરબી એસટી ડેપોએ 86 જેટલી ટ્રીપ વધારાની દોડાવી હતી.