શહેરમાં ભુગર્ભ ગટર યોજનાનું પોત પ્રકાશ્યુ: કોલેજ રોડના નાકે ભુગર્ભ ગટરની‌ પાઈપલાઈનના ભુવામાં લાકડા ભરેલો ટેમ્પો ફસાયો

Views 148

કાલોલ શહેરના સ્ટેશન રોડ પર આવેલા કોલેજ વિસ્તારમાં જવા આવવાના મુખ્ય રોડના નાકે ભુગર્ભ ગટર યોજના હેઠળ બનાવેલ અંડર ગ્રાઉન્ડ પાઈપલાઈન આસપાસની જમીન બેસી જતાં રોડ પર પડેલા ભુવામાં બુધવારે સાંજે એક લાકડાં ભરેલો ટેમ્પો ફસાઈ જતાં પાલિકાનું પોત પ્રકાશમાં આવ્યું છે.
કાલોલ શહેરમાં સ્ટેશન રોડ પર આવેલા કોલેજ વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓને જોડતી ભુગર્ભ ગટર યોજનાની લાઈન માટે નાકા પર ગરનાળું બનાવવા માટે સ્ટેશન રોડ તોડવાની મંજૂરી નહીં મળતા પાલિકા તંત્ર દ્વારા સ્ટેશન રોડ સંલગ્ન ખાડકુવાઓ ખોદીને કોલેજ રોડ પર અંડર ગ્રાઉન્ડ પાઈપલાઈન નાંખીને ભુગર્ભ ગટરની‌ લાઈન જોડવામાં આવી હતી.
જે અંડર ગ્રાઉન્ડ પાઈપલાઈન પર યોગ્ય સમારકામના અભાવે ચોમાસામાં વરસાદને પગલે આ રોડ પર ભુવો સર્જાતા બુધવારે સાંજે એક લાકડાં ભરેલો ટેમ્પો ફસાઈ ગયો‌ હતો. સાંજના સુમારે ટેમ્પો ફસાઈ જતાં કાલેજ રોડનો ટ્રાફિક બંધ થઈ ગયો હતો. જોકે ટેમ્પો ફસાઈ જવાની ઘટનાની જાણકારીને પગલે પાલિકા તંત્ર એકશનમાં આવીને ક્રેન મારફતે ટેમ્પો બહાર કાઢી લેતા કોલેજ રોડના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *