વેજલપુરમાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટના ફાઇનલ મુકાબલામાં કાલોલ તાલુકાની ફાયર સુપર કિંગ્સ ઈલેવન બની ચેમ્પિયન.

Views 57

કાલોલ તાલુકા વેજલપુર સ્થિત ચલાલી રોડ પર ભાવેશ પટેલ આયોજિત વેજલપુર પ્રિમિયર લીગ (વીપીએલ) હેઠળ રમાયેલી નાઈટ ક્રિકેટ ટેનિસ ટુર્નામેન્ટમાં ૨૦૦ જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેના નોકઆઉટ રાઉન્ડને અંતે હાલોલની ઓમ સાંઇ ઈલેવન અને કાલોલની ફાયર સુપર કિંગ્સ ઈલેવન વચ્ચેનો ફાઇનલ મુકાબલો સોમવારે રાત્રે યોજાયો હતો.
૧૦-૧૦ ઓવરોના ફાઇનલ મુકાબલામાં કાલોલની ફાયર સુપર કિંગ્સ ઈલેવને પ્રથમ બેટિંગ કરતા હિતેશ પરમારના ૩૨(૧૮) અને રોહિત ઠાકોરના ૪૮(૧૩)રનની મહત્વપૂર્ણ ભાગીદારીની મદદથી દશ ઓવરમાં ૧૩૫/૪નો સ્કોર બનાવીને ૧૩૬ રનનું લક્ષ્ય આપ્યું હતું.
જે લક્ષ્યનો પીછો કરતા સમગ્ર પંચમહાલ જિલ્લામાં મજબૂત ટીમ ગણાતી હાલોલની ઓમ સાંઇ ઈલેવનના ધુરંધર બેટ્ટરોનો ફ્લોપ શો જોવા મળતા આખી ટીમ ૯૫ રનના સ્કોર પર ઓલઆઉટ થઇ જતા નવોદિત ફાયર સુપર કિંગ્સ ઈલેવનનો ભવ્ય વિજય થયો હતો.
જેમાં બોલિંગ આક્રમણ કરતા કાળુંએ ૩ વિકેટ, મોન્ટીએ ૩ વિકેટ, બ્રાવોએ ૨ વિકેટ અને રોહિત ઠાકોરે ૨ વિકેટો ઝડપી હતી. આમ હાલોલ વિરૂદ્ધ કાલોલ તાલુકાની ટીમને ચેમ્પિયન બનાવવામાં ઓલરાઉન્ડરની ભુમિકા ભજવતા વ્યાસડા ગામના હિટમેન રોહિત ઠાકોરને મેન ઓફ ધ ફાઈનલ અને સુપર કિંગ્સ ઇલેવનના કેપ્ટન ડી.જે બ્રાવોને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે યોજાયેલી ફાઈનલ મેચને નિહાળવા માટે બન્ને ટીમો ઉપરાંત મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્થાનિક ક્રિકેટ પ્રેમીઓએ રોમાંચક બનેલી ફાઈનલનો આનંદ લુંટયો હતો.
બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર પંચમહાલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *