વિરાટ કોહલીના સમર્થનમાં પાકિસ્તાની સિંગરે ટ્વીટ કરી કહી આ વાત 

Views 53

વિરાટ કોહલી થઈ રહ્યો છે આકરી ટીકાનો શિકાર

ઘણી હસ્તીઓ કરી રહી છે વિરાટને સપોર્ટ

પાકિસ્તાની સિંગરે પણ કર્યું વિરાટ કોહલીનું સમર્થન

T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન અત્યાર સુધી ઘણું નિરાશાજનક રહ્યું છે. ભારતે અત્યાર સુધીમાં બે મેચ રમી છે અને બંને મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ હાર્યા બાદ કેપ્ટન વિરાટ કોહલી ભારતીય ટીમના નિશાના પર આવી ગયો છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ તેના પ્રદર્શનથી લઈને કેપ્ટન્સીની ટીકા કરી રહ્યા છે. જોકે, ક્રિકેટથી લઈને બોલિવૂડ જગતની ઘણી હસ્તીઓએ વિરાટને સપોર્ટ પણ કર્યો. ત્યારે હવે પાકિસ્તાની સિંગર-એક્ટર અલી ઝફરે પણ વિરાટ કોહ્લીનું સમર્થન કર્યું છે.

                                                                                         વિરાટ કોહલીને કર્યું સપોર્ટ
અલી ઝફર માત્ર પાકિસ્તાનમાં જ નહીં પરંતુ ભારતમાં પણ ખૂબ લોકપ્રિય છે. તેણે બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અલીને ક્રિકેટમાં ઘણો રસ છે અને તે T20 વર્લ્ડ કપને ફોલો કરી રહ્યો છે. હવે જ્યારે ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે હારી ગઈ ત્યારે તેણે વિરાટ કોહલીને સપોર્ટ કરતા ટ્વીટ કર્યું.
અલીએ લખ્યું ‘આપણા બધાના જીવનમાં સારા અને ખરાબ દિવસો આવે છે. એવું કોઈપણ ખેલાડી કે ટીમ સાથે થઈ શકે છે. વિરાટ કોહલી એક ક્લાસ પ્લેયર છે અને તેનું સન્માન કરવું જોઈએ. કોઈપણ ખેલાડી કે ટીમ કે તેના પરિવાર પર કોઈ અંગત હુમલા ન થવા જોઈએ. નારાજ થવું અલગ વસ્તુ છે પરંતુ મતભેદમાં આપણે પણ સ્પિરિટ જાળવી રાખવી જોઈએ.’ આ ટ્વીટમાં તેણે વિરાટ કોહલીને પણ ટેગ કર્યો છે.
જણાવી દઈએ કે ટી-20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ ભારત માટે સેમીફાઈનલનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે. અફઘાનિસ્તાન ન્યુઝીલેન્ડને હરાવશે તો જ ભારત રેસમાં રહેશે. તે પણ ત્યારે જ જ્યારે ભારત અફઘાનિસ્તાન, નામિબિયા અને સ્કોટલેન્ડ ત્રણેને હરાવી દે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *