વિદેશી દારૂનો વેપલો:માણસાનાં અંબોડમાંથી વિદેશી દારૂની 276 બોટલો ઝડપાઈ, રીઢો બુટલેગર પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો

Views 122

માણસા તાલુકાના અંબોડ ગ્રામ પંચાયત પાસેની કોતરમાં એલસીબી પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડીને વિદેશી દારૂની 276 બોટલો ઝડપી પાડવામાં આવી છે. જ્યારે રીઢો બુટલેગર પોલીસને ચકમો આપીને નાસી જવામાં સફળ રહ્યો હતો. આ અંગે એલસીબીએ અડધા લાખથી વધુ ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ માણસા પોલીસ મથકની હદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન બાતમી મળી હતી કે, સ્થાનિક પોલીસની ગાઢ નિંદ્રાનો લાભ ઉઠાવી અંબોડ ગામમાં ગ્રામ પંચાયત સામે રહેતો રીઢો બુટલેગર મહેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો ભૈરવસિંહ ચાવડા તેના મકાનની સામે આવેલ અવાવરૂ કોતરની જગ્યામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને દારૂની ગેરકાયદેસર વેચાણની પ્રવૃતિ કરી રહ્યો છે. જેનાં પગલે એલસીબી ટીમે ખાનગી વાહનમાં બાતમી વાળી જગ્યાએ પહોંચી હતી.

જ્યાં ગ્રામ પંચાયત તરફ જતાં વળાંક પાસે કાચા રસ્તા ઉપર રીઢો બુટલેગર મહેન્દ્રસિંહ બાઈક લઈને ઊભો હતો. જે એલસીબીની ટીમને જોઈને બાઈક લઈને કાચા રસ્તા તરફ ભાગ્યો હતો. જો કે પોલીસે તેનો પીછો પણ કર્યો હતો. પરંતુ કાચા રસ્તા તરફ ફોર વ્હીલ ગાડી જઈ શકતી નહીં હોવાથી પોલીસને રોકાઈ જવાની ફરજ પડી હતી. ત્યારે ગાડીમાંથી ઉતરી તપાસ કરતા રીઢો બુટલેગર કોતરોમાં થઈને ફરાર થવામાં સફળ રહ્યો હતો.

ત્યારે પોલીસે રીઢો બુટલેગર જે સ્થળે ઊભો હતો તેની આસપાસના વિસ્તારમાં તપાસ કરતાં એક પિલ્લરની બાજુમાંથી દારૂની 13 પેટીઓ સંતાડેલ હાલતમાં મળી આવી હતી. જે પેટીઓ ખોલીને ચેક કરતાં વિદેશી દારૃ અને બિયર મળીને 276 નંગ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે એલસીબીએ માણસા પોલીસ મથકમાં રીઢા બુટલેગર વિરુદ્ધ ગુનો દાખલ કરાવી કુલ રૂ. 52 હજાર 452 નો દારૂ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *