આર્યન મોદીની હત્યામાં મુખ્ય સૂત્રધારની ધરપકડ

Views 95

પાલનપુરમાં ગુરુવારે આદર્શ કોલેજમાં બહાર બોલાવી અપહરણ કરી અત્યંત બેરહેમી પૂર્વક માર મારનારા આર્યન મોદીના હત્યારા ઘટનાના બે દિવસ બાદ પણ જાહેર કરાયા નથી. પાલનપુર પૂર્વ પોલીસ મથક ના પીઆઇ જેપી ગોંસાઈ ને સસ્પેન્ડ કરવા ઉપરાંત એક મુખ્ય સૂત્રધારની અટકાયત કરાઈ હોવાનું જણાવ્યું છે. ઉપરાંત જે કારમાં અપહરણ કરાયું હતું તે કાર પણ કબજે લેવાઇ છે. દરમિયાન પોલીસે આદર્શ સાયન્સ કોલેજથી ડેરી રોડ સુધીના તમામ સીસીટીવી ખંગાળી લીધા છે. કોલેજનું dvr પણ જપ્ત કરી પુરાવા એકત્રિત કર્યા છે.

આર્યનના મોબાઈલની કોલ ડીટેલના આધારે જેમની સાથે સંપર્કમાં રહ્યો તે તમામના નિવેદનો લઈ પૂછપરછનો દોર સતત જારી છે. શનિવારે સવારે પાલનપુર તાલુકા પોલીસની ટીમએ આદર્શ સાયન્સ કોલેજ આગળ આર્યનના મિત્રને પંચ બનાવી ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જેમાં આદર્શ કોલેજના બંને મુખ્ય ગેટથી ચાલીને આર્યનને કેવી રીતે વાહનમાં બેસાડવામાં આવ્યો તે બાબતો ચકાસવામાં આવી હતી. તો બીજી તરફ બપોરે આર્યનનું જે યુવતી સાથે કનેક્શન હતું તે યુવતીને લોકલ ક્રાઈમ બ્રાન્ચની કચેરીમાં નિવેદન માટે બોલાવવામાં આવી હતી. સાથે તેના પરિવારજનો અને ગામના કેટલાક લોકો પણ આવ્યા હતા. મળીને આવું અને પછી ફોન કરું એવી વાત કરી. અને હું લગ્નમાં જમવા ગયો. આમ તો દરરોજ બે વાગેની આસપાસ એ પાછો આવી જાય છે. પરંતુ એ આવ્યો નહીં એટલે બપોરે અમે એને ફોન કર્યો તો એના અવાજમાં થોડો એ ગભરાયેલો હોય એવી હાલતમાં એને કહ્યું કે આવીને વાત કરું, મને એવું લાગે છે કે એ વખતે એને મારવાનું કામ ચાલી રહ્યું હશે, જ્યારે બીજી વખત કોલ કર્યો તો એને ઉપાડ્યો અને કહ્યું કે હું આવી જઈશ. એટલે અમે કહ્યું કે ઘરને તાળું મારી દીધું છે તું આવીને અહીં ચાવી પડી છે લઈને ખોલી દેજે. અમે જ્યારે સાંજે 4:30 વાગે પરત આવ્યા ત્યારે તાળું મારેલું હતું. જેથી આર્યનની મમ્મી એ ફરી ફોન કર્યો પણ એણે ઉપાડ્યો નહીં. બીજી વખત રિંગ કરી તો ફોન સ્વીચ ઓફ થઈ ગયો. પછી મેં ફોન કર્યો તો ફોન ઉપાડ્યો એ ગભરાયેલો હતો અને હું આવું છું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *