વિદેશી દારૂ તથા મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીને પાસા ધારા હેઠળ અટકાયત કરી પાલનપુર જીલ્લા જેલના હવાલે કરતી સી ડીવીઝન પોલીસ.
પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ દ્વારા સમગ્ર જિલ્લામાં પ્રોહીબીશનના ગુનાઓ તથા અસામાજીક પ્રવૃતિઓ કરી જાહેર વ્યવસ્થાને બાધકરૂપ પ્રવૃતિ સાથે સંક્ળાયેલ ઈસમોને સખત હાથે ડામી દેવા માટે સરકારશ્રી દ્વારા ગુજરાત અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા બાબતના અધિનિયમ મુજબ પાસા ધારા હેઠળ કડક અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી ભરૂચ વિભાગ ભરૂચ વિકાસ સુંડાનાઓના માર્ગદર્શન હેઠળ વિદેશી દારૂનો ધંધો સાથે સંકળાયેલ અને મારા મારીના ગુનાઓમા સંડોવાયેલ ઈસમો ઉપર પાસા દરખાસ્ત કરી કડક કાર્યવાહી કરવા સારૂ ભરૂચ સી ડીવીઝન પોલીસને સુચના આપેલ .. જે અનુસંધાને અત્રેના ભરુચ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જ્યોતિનગર ખાતે રહેતો તિલક હરીક્રુષ્ણ પટેલ રહેવાસી જ્યોતિનગર ભોલાવ ભરૂચ નાનો વિદેશી દારૂ તથા મારા મારીના ગુનાઓમા સંડોવાયેલ હોય જેના વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ભરૂચનાઓને મોકલી આપેલ હતી . જે આધારે ઉપરોક્ત ઈસમને અંકુશમાં લેવા પાસા ધારા હેઠળ અટકાયત લેવા પાસા વોરંટની ઈસ્યુ કરવાનો હુકમ જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી ભરૂચનાઓ તરફથી મળતા ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ દ્વારા આજરોજ તિલક હરીકૃષ્ણ પટેલ રહેવાસી જ્યોતિનગર ભોલાવ ભરૂચનાને ઝડપી પાડી પાસા વોરંટની બજવણી કરી અટકાયત કરી જિલ્લા જેલ પાલનપુર ખાતે મોકલી આપેલ છે . પાસા ધારા હેઠળ અટકાયત કરેલ આરોપી તિલક હરીકૃષ્ણ પટેલ રહે – જ્યોતિનગર ભોલાવ ભરૂચ કામગીરી કરનાર અધિકારી / ક્રર્મચારી ઓના નામ * ડી.પી.ઉનડકટ પોલીસ ઈન્સ્પેકટર , ASI શૈલેષભાઈ , HC સુનીલભાઈ , HC વિજયસિંહ PC રાજદિપસિંહ , PC હરપાલસિંહ , PC કીર્તીકુમાર , PC વિજયભાઈ , નાઓ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવેલ છે .
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
ક્રાઈમ રિપોર્ટર જગદીશ સોલંકી
વિદેશી દારૂ તથા મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીને પાસા ધારા હેઠળ અટકાયત કરી પાલનપુર જીલ્લા જેલના હવાલે કરતી સી ડીવીઝન પોલીસ.
Views 92