વાઇબ્રન્ટ સમિટ સફળ રહેશે તેમ દેશના ઉદ્યોગકારોએ મુખ્યમંત્રીને જણાવ્યું હતું

Views 131

વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત મુંબઈમાં કાર્યક્રમ

CM ભૂપેન્દ્ર પટેલની ઉદ્યોગકારો સાથે વન ટુ વન બેઠક

સ્ટોક એક્સચેન્જની મુલાકાત લેશે મુખ્યમંત્રી

ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ 2022ની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. તેમાં વાઇબ્રન્ટ સમિટ અગાઉ અલગ સ્થળોએ રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં દિલ્હીમાં રોડ શોની શરૂઆત કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મુંબઇમાં રોડ- શો યોજશે.

રાજ્યના ઉદ્યોગમંત્રી પણ રોડ-શોમાં જોડાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઇમાં રોડ-શો કરશે. જેમાં નાણામંત્રી કનુ દેસાઈ સહિત રાજ્યના ઉદ્યોગમંત્રી પણ રોડ-શોમાં જોડાશે. મુંબઇની હોટલ તાજ ખાતે રોડ-શો કરશે. બાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સ્ટોક એક્સચેન્જની મુલાકાત પણ લેશે. આ કાર્યક્રમ બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ 8-9 ડિસેમ્બરના રોજ દુબઈ પણ જશે. ઉલ્લેખનિય છે કે મુખ્યમંત્રી અને ગુજરાતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે મુંબઇમાં વિવિધ રાષ્ટ્રોના કોન્સ્યુલેટ જનરલ સાથે ભોજન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી સાથે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર તેમજ વરિષ્ઠ અધિક મુખ્ય સચિવો પણ જોડાવાના છે.

અગ્રણી ઉદ્યોગ રોકાણકારો સાથે બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ સમિટ 2022 ના રોડ શો અન્વયે મુંબઈની મુલાકાત દરમ્યાન અગ્રણી ઉદ્યોગ રોકાણકારો સાથે વન ટુ વન બેઠકથી દિવસનો પ્રારંભ કર્યો હતો. જેમાં મુખ્યમંત્રીને ટાટા સન્સના ચેરમેન નટરાજ ચંદ્રશેખરે મળીને ગુજરાતમાં આગામી બે વર્ષમાં ટાટા મોટર્સના સાણંદ પ્લાન્ટમાં નવા રોકાણો અંગે માહિતી આપી હતી. તથા તેમણે ટાટા હોટેલ્સ દ્વારા કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હોટલ નિર્માણમાં પણ તેઓ આગામી સમયમાં આગળ વધશે તેવી તત્પરતા વ્યક્ત કરી હતી. તેમણે આગામી સમયમાં ટાટા કેમિકલ્સના પ્લાન્ટના એકસ્પાનશન માટેની પણ તત્પરતા વ્યક્ત કરીને ચર્ચા કરી હતી.

કોટક મહિન્દ્રા બેંકના એમડી અને સીઈઓ ઉદય કોટક:
તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કોટક મહિન્દ્રા બેંકના એમડી અને સીઈઓ ઉદય કોટકે વન ટુ વન બેઠક યોજીને ગુજરાતે સાધેલી વિકાસમય પ્રગતિની પ્રસંશા કરી હતી. ખાસ કરીને ગિફ્ટ સિટીમાં ફાયનાન્સ અને બેન્કિગ સેકટર માટે જે અદ્યતન સુવિધાઓ વિકસી છે તે આ સેકટરના રોકાણકારી માટે વિશાળ તકો પૂરી પાડે છે તેમ જણાવ્યું હતું. તેમજ ઉદય કોટકે પોતે ગુજરાતી હોવાના નાતે ગુજરાતના વધુ ગતિશીલ વિકાસમાં અને સમાજ હિત કામોમાં પોતાની સહભાગિતા માટે પણ ઉત્સુકતા દર્શાવી હતી.

સન ફાર્માના દિલીપ સંઘવી:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુંબઈમાં સન ફાર્માના દિલીપ સંઘવીએ વન ટુ વન બેઠકમાં ગુજરાતમાં ફાર્મા સેક્ટરમાં તેમના રોકાણ અંગે મુખ્યમંત્રીને વાકેફ કર્યા હતા. અને આ સેકટરમાં તેઓ વધુ વ્યાપક સ્તરે રોકાણો કરવાના છે તેનાંથી પણ મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા.

બેંક ઓફ અમેરિકાના પ્રેસિડન્ટ અને ઇન્ડિયા હેડ કાકુ નખાટે:
તેમજ મુખ્યમંત્રીની બેંક ઓફ અમેરિકાના પ્રેસિડન્ટ અને ઇન્ડિયા હેડ કાકુ નખાટે સાથે થયેલી બેઠકમાં કાકુ નખાટેએ બેંક ઓફ અમેરિકાના ગુજરાત પ્રોજેક્ટ્સ વિશે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા. બેંક ઓફ અમેરિકા ગિફ્ટી સિટી કેમ્પસમાં એક લાખ ચોરસ ફૂટમાં ગ્લોબલ બિઝનેસ સર્વિસ સેન્ટર ચલાવી રહ્યું છે. તેમણે કહ્યું કે, ગિફ્ટ સિટીમાં બેંક ઓફ અમેરિકાનું કેન્દ્ર, ફિનટેક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. અને મોટા પાયે આ સેક્ટરમાં રાજ્યના યુવાનોને રોજગાર અવસર પુરા પાડે છે. મુખ્યમંત્રીએ કાકુ નખાટેને ગીફ્ટ સિટીમાં વિકસાવવામાં આવી રહેલી વિવિધ સુવિધાનો લાભ લેવા પણ જણાવ્યું હતું અને વાઇબ્રન્ટ સમિટમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આગામી જાન્યુઆરી 2022માં તા. 10થી 12 દરમ્યાન યોજાનારી આ દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પૂર્વ તૈયારીઓ રૂપે ગુજરાત સરકારે આ સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગકારોએ રૂ.14003.10 કરોડના સુચિત રોકાણો અંગેના 12 જેટલા MOU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા.

HBN TV NEWS

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *