પાટણની એલસીબી પોલીસે રાધનપુરના રંગપુરા ગામની સિમમાંથી એક ઇસમને ગેરકાયદેસર પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. તેને પિસ્તોલ બાબતે પુછતા ઠાકોર ભરતભાઇ ભેમાભાઇ પાસેથી આ પિસ્તોલ લાવેલ હોઇ જેથી બન્ને ઇસમો વિરૂધ્ધ આર્મ્સ એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીતરફથી તા.10/02/23 થી તા.28/02/23 સુધી અસામાજીક તત્વો દ્વારા ગેરકાયદેસર અગ્નીશસ્ત્રો અને દારૂ ગોળાના ઉત્પાદન સંગ્રહ હેરાફેરી વેચાણ અને ઉપયોગ સબંધી પ્રવૃતી ઉપર સ્પેશીલ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત .જે.આર.મોથલીયા, પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેન્જ, ભુજ તથા .વિજયકુમાર પટેલ ,પોલીસ અધિક્ષક પાટણનાઓએ જિલ્લામાં ઉપરોક્ત ડ્રાઇવ લગતની કામગીરી કરવા સુચના કરી હતી. જે આધારે આર.કે.અમીન પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.પાટણનાઓના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પાટણના પોલીસ સ્ટાફના માણસો રાધનપુર પો.સ્ટે વિસ્તારમાં કામગીરીમાં હતા.
આ દરમિયાન બાતમી હકીકત આધારે રંગપુરા ગામની સિમમાંથી એક ઇસમને ગેરકાયદેસર પિસ્તોલ સાથે પકડી પાડી તેને પિસ્તોલ બાબતે પુછતા સદર પિસ્તોલ ઠાકોર ભરતભાઇ ભેમાભાઇ રહે.બામરોલી તા.સાંતલપુર જી. પાટણવાળા પાસેથી લાવેલ હોઇ જેથી બન્ને ઇસમો વિરૂધ્ધ આર્મ્સ એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી રાધનપુર પો.સ્ટે. ખાતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પકડાયેલા આરોપી
ઠાકોર રણછોડભાઇ ચેલાભાઇ માનાભાઇ રહે.રંગપુરા તા.રાધનપુર જી.પાટણ.
ઠાકોર ભરતભાઇ ભેમાભાઇ વિસાભાઇ રહે.બામરોલી તા.સાંતલપુર જી.પાટણ.
કબ્જે કરેલ મુદ્દામાલ:-
(1) ગે.કા. પિસ્તોલ નંગ-01કિં.રૂ.5000/- (2) જીવતો કાર્ટીજ (રાઉન્ડ) નંગ-1 કિ.રૂ.100/-