માણસામાં આવેલ ડી ડી પટેલ ગુજરાતી અને ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં તસ્કરોએ ત્રાટકીને અલગ અલગ તિજોરીમાંથી 55 હજાર રોકડા તેમજ રૂ. 1.30 લાખની કિંમતના સીસીટીવીનાં ત્રણ ડીવીઆર ચોરીને તરખાટ મચાવી દીધો હતો. આ અંગે માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માણસાના રાજપુરા ગામે રહેતા અને ડી ડી પટેલ સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ પટેલે નોંધાવી છે કે, ગત તા. 22 મી ફેબ્રુઆરીના સાંજના છ વાગ્યાના અત્રેની અંગ્રેજી માધ્યમની સ્કુલના પ્રિન્સીપાલ રશ્મિકાબેન યોગેશકુમાર ભાવસાર સ્કુલનું લોક મારી ઘરે ગયા હતા. અને સ્કુલની ચાવીઓ બાજુમાં સમાજની વાડીના મંદિરમાં રાખી હતી.
ગઈકાલે સવારે રાબેતા મુજબ સ્કૂલનો સ્ટાફ આવ્યો હતો. ત્યારે સ્કુલની અંગ્રેજી માધ્યમની ઓફિસનું લોક તુટેલ હતુ અને ખાલી હડો મારેલ હતો અને અંદરની ઓફિસની તમામ ચીજ વસ્તુઓ વે૨ વિખેર પડેલ હતી. જ્યારે ઓફિસની અંદર ત્રણ તિજોરીઓ તુટેલ હાલતમાં હતી. અને તિજોરીના અંદરના લોક પણ તુટેલ હાલતમાં હતા.
આથી તિજોરીમાં તપાસ અંદરથી રૂ. 39 હજાર 123 તેમજ રૂમમાં સી.સી.ટી.વી.કેમેરા માટેનું ડિવીઆર પણ ચોરાઈ ગયેલાનું માલુમ પડયું હતું. ઉપરાંત અંગ્રેજી માધ્યમની સ્કુલની ઓફિસની સામે આવેલ ગુજરાતી મીડિયમ સ્કુલની ઓફિસનું પણ લોક તુટેલ હતુ. અને તેને પણ હડો મારેલ હતો. જેથી અંદર જઈ જોયેલ તો ઓફિસનો સરસામાન વેરિવખેર હાલતમાં પડેલ હતો. અને ઓફિસમાં મુકેલ બન્ને તિજોરીઓ પણ ખુલ્લી હાલતમાં હતી.
જ્યારે ટેબલોના ડોવર પણ ખુલ્લી હાલતમાં હતા. અત્રે રાખેલી તિજોરીમાંથી 15 હજાર 660 રોકડા તસ્કરો ચોરી ગયા હતા. અને સ્કુલની વહિવટી ઓફિસની તિજોરીનો સરસામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. બાદમાં વધુ તપાસ કરતા સ્કુલની પાછળથી સ્કુલની બારી તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કરી ગુજરાતી મિડિયમ તથા અંગ્રેજી મિડિયમની ઓફિસ બાજુ આવવાનો દરવાજો તોડી સ્કુલની ઓફિસોમાંથી રોકડ કુલ રૂપિયા 54,783 તથા અંગ્રેજી મિડિયમની ઓફિસમાનું એક સી.સી.ટી.વી નું ડિ.વી.આર તથા ગુજરાતી મિડિયમની ઓફિસનું એક સી.સી.ટી.વીનું ડિ.વી.આર તથા સ્ટોરરૂમનું સી.સી.ટી.વી નું ડિ.વી.આર એમ કુલ ત્રણ ડિ.વી.આર કુલ કિ.રૂ.આશરે રૂ. 1.30 લાખ મળી રૂ. 1,84,783 ની મત્તા ચોરી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.