રસીની આડઅસર:AMTS અને BRTSમાં વેક્સિન સર્ટિફિકેટ માંગતાં મુસાફરોની સંખ્યા 30 ટકા ઘટી, આવકમાં 6 સુધીનો ઘટાડો થયો

Views 138

સામાન્ય દિવસોમાં રોજ 10થી 15 લાખની આવક થતી હતી જે હવે 10 લાખથી ઓછી થાય છે
BRTS બસ સ્ટેન્ડ પર પણ અધિકારીઓ મુસાફરો પાસે સર્ટિફિકેટ છે કે નહીં તેનું ચેકિંગ કરતાં હતાં.વેક્સિન સર્ટિ વિનાના લોકોને પ્રવેશ આપવામાં નહોતો આવ્યોવેક્સિન સર્ટિ વિનાના લોકોને પ્રવેશ આપવામાં નહોતો આવ્યો - Divya Bhaskar

                                      વેક્સિન સર્ટિ વિનાના લોકોને પ્રવેશ આપવામાં નહોતો આવ્યો

કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને જોતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વેક્સિનેશન પર ભાર મુક્યો છે. શહેરમાં વધુમાં વધુ લોકોને વેક્સિન મળે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. બે દિવસ પહેલા અમદાવાદ કોર્પોરેશન દ્વારા ચાલતી તમામ સેવાઓ અને જાહેર સ્થળો ઉપર વેક્સીન લીધાનુ સર્ટિફિકેટ નહીં હોય તેના માટે પ્રવેશબંધી ફરવામાવવામાં આવી છે. આ માટે તંત્ર દ્વારા કડક ચેકિંગ પણ હાથ ધરાયું છે. શહેરમાં જાહેર જગ્યાએ આવતા લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેની સીધી અસર AMTS અને BRTS બસોની આવક પર થઈ હતી.

મુસાફરોની સંખ્યા સામાન્ય દિવસો કરતા 30 ટકા ઘટી
AMC સંચાલિત તમામ ઓફિસ, ગાર્ડન, લાઈબ્રેરી, જિમ્નેશિયમ, કાંકરિયા, ઝૂ, AMTS અને BRTSમાં પ્રવેશ લેવા માંગતાં લોકો પાસે કોર્પોરેશનના કર્મચારીઓએ 20 સપ્ટેમ્બરે વેક્સિનનું સર્ટિફિકેટ માંગ્યું હતું. તંત્રની આ ઝૂંબેશની અસર શહેરની પરિવહન સેવા પર પડી છે. આધારભૂત સુત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે વેક્સીન સર્ટિફિકટના ચેકીંગના કારણે AMTS અને BRTSમાં મુસાફરોની સંખ્યા સામાન્ય દિવસો કરતા 30 ટકા ઘટી ગઇ છે, જેની સીધી અસર તંત્રની આવક ઉપર પણ પડી છે.

AMTS બસમાં વેક્સિન સર્ટિ વિનાના લોકોને પ્રવેશ આપવામાં નહોતો આવ્યો
                          AMTS બસમાં વેક્સિન સર્ટિ વિનાના લોકોને પ્રવેશ આપવામાં નહોતો આવ્યો

વેક્સિન સર્ટી રજુ કરવું પડચું હોવાથી મુસાફરો આવ્યા જ નહીં
AMTSમાં સામાન્ય દિવસોમાં દૈનિક 17 થી 18 લાખની આવક થતી હતી, પરંતુ બસમાં બેસતા પૂર્વે વેક્સિન સર્ટિફિકેટ રજૂ કરવુ પડતુ હોવાથી મુસાફરોની સંખ્યા 2 લાખની આસપાસ અને આવક ઘટીને 11 થી 12 લાખ થઇ ગઇ છે. આવી જ રીતે બીઆરટીએસમાં પણ સામાન્ય દિવસોમાં મુસાફરોની સંખ્યા 1.15 લાખથી 1.25 લાખ અને આવક 15 થી 16 લાખ નોંધાતી હતી. જેની સામે વેક્સીન સર્ટિફિકેટ ચેકીંગના કારણે મુસાફરો ઘટીને 80 થી 90 હજાર અને આવક 10 થી 11 લાખ થઇ ગઇ છે. બીજી તરફ ખોટમાં ચાલતી બન્ને સેવાઓની આવકમાં મોટો ઘટાડો થયો છે.

AMTSની ટિકિટ બારી પર પણ બોર્ડ મારવામાં આવ્યું હતું
                                            AMTSની ટિકિટ બારી પર પણ બોર્ડ મારવામાં આવ્યું હતું

શહેરના બગીચાઓ પર AMCનું ચેકિંગ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ખાતેની મુખ્ય ઓફિસમાં પણ ગેટ પર જ પ્રવેશ કરતા પહેલા કોરોનાં વેક્સિનેશન સર્ટિફિકેટ ચેક કરવામાં આવતું હતું. શહેરના તમામ બગીચા ઉપરાંત વસ્ત્રાપુર લેક પર 20 સપ્ટેમ્બરથી કોર્પોરેશનના અધિકારીઓ ગેટ પર ઉભા રહી લેક પર મોર્નિંગ વોક માટે આવેલા લોકોના મોબાઈલમાં વેક્સિનના સર્ટિફિકેટ અંગે ચેકિંગ શરૂ કર્યું છે. BRTS બસ સ્ટેન્ડ પર પણ અધિકારીઓ ટીકીટ બારી પાસે ઉભા રહી અને ટીકીટ લેનાર પાસે વેક્સિન સર્ટિફિકેટ છે કે નહીં તેની તપાસ કરતા હતા.

BRTSની ટિકીટ બારી પર AMCના અધિકારીઓએ ચેકિંગ કર્યું હતું
                                               BRTSની ટિકીટ બારી પર AMCના અધિકારીઓએ ચેકિંગ કર્યું હતું

AMCની બિલ્ડીંગમાં પ્રવેશ પહેલા વેક્સિનેશન ફરજિયાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ AMTS, BRTS, કાંકરીયા લેક્ર્ફન્ટ, કાંકરીયા ઝુ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, જિમખાના, સ્વીમીંગ પુલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સિવિક સેન્ટર, AMCની તમામ બિલ્ડીંગ જેવી કે ઝોનલ, સબ ઝોનલ ઓફિસ તેમજ દાણાપીઠ મુખ્ય ઓફિસમાં પ્રવેશ માટે વેક્સિનનો પહેલો ડોઝ અને બીજો ડોઝ પણ લેવો ફરજિયાત છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *