ICAI દ્વારા CA ઈન્ટરનું રીઝલ્ટ જાહેર કરાયું: વડોદરાના 44 વિદ્યાર્થી CA ઈન્ટરની એક્ઝામ ક્લિયર કરવામાં સફળ 

Views 141

ICAI દ્વારા સી એ ઈન્ટરનું રીઝલ્ટ જાહેર કરાયું

ઈન્ટર ક્લિયર કરનારા વિદ્યાર્થીઓ હવે આર્ટિકલશીપ સાથે ફાઈનલનો અભ્યાસ કરશે

વડોદરા શહેરના કુલ ૪૪ વિદ્યાર્થીઓ સી એ ઈન્ટર પુરૂ કરવામા સફળ રહ્યાં છે. ઈન્ટર પુરૂ કરનારા આ વિદ્યાર્થીઓ હવે સી એ ફાઈનલનો આગળનો અભ્યાસ શરૂ કરશે. ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા આજે આ રીઝલ્ટ જાહેર કરવામા આવ્યું હતુ. ગત ૫ જૂલાઈથી ૨૦મી જૂલાઈ દરમિયાન આ એક્ઝામનુ આયોજન કરવામા આવ્યું હતુ.
આજે જાહેર કરાયેલાં પરિણામમાં શહેરની વિદ્યાર્થીની તસબી પુરાણી મોખરે રહી હતી. જ્યારે શહેરનો વિદ્યાર્થી જશ પટેલ બીજા ક્રમે તેમજ આર્ચી અમીન ત્રીજા ક્રમે રહી હતી. નોંધનીય છે કે, નેશનલ લેવલ ઉપર ૫૦મા ક્રમે ૫૧૪ માર્કસનો વિદ્યાર્થી છે. જ્યારે શહેરની વિદ્યાર્થીની તસબી પુરાણીએ ૫૦૮ માર્કસ મેળવ્યાં છે. આમ માત્ર ૬ માર્કસ માટે તે નેશનલ લેવલ ઉપર ટોપ ફીફટીમાં રહેવાથી તે વંચિત રહી હતી. સી એ ઈન્ટર પુરૂ કરનારા વિદ્યાર્થીઓ હવે ત્રણ વર્ષની ફરજીયાત આર્ટીકલશીપમાં જોડાશે. સાથે સાથે સી એ ફાઈનલનો અભ્યાસ કરી આર્ટીકલશીપ પુરી કર્યા બાદ ફાઈનલની એક્ઝામ આપશે.
આર્ચી અમીન ઇન્ટરમાં શહેરમાં ત્રીજા ક્રમે
શહેરની અન્ય એક વિદ્યાર્થિની આર્ચી અમીન ત્રીજા ક્રમે રહી હતી. આર્ચીએ ઇન્ટરના ફર્સ્ટ ગ્રૂપમાં ૪૦૦માંથી ૨૦૮ તેમજ સેકન્ડ ગ્રૂપમાં ૪૦૦માંથી ૨૩૮ માર્ક સાથે કુલ ૮૦૦માંથી ૪૪૬ માર્ક મેળવ્યા છે. ઇન્ટર ક્લિયર થતાં હવે આર્ટિકલશિપ સાથે સી.એ.નો અભ્યાસ કરીશ તેમ તેણે ખુશખુશાલ મુદ્રામાં જણાવ્યું હતું.
સેકન્ડ રહેલ જશ પટેલ બંને ગ્રૂપ સાથે ક્લિયર કરવામાં સફળ
શહેરમાં સેકન્ડ રહેલ જશ પટેલ પણ બંન્ને ગ્રુપની એક્ઝામ એક સાથે આપી તે ક્લીયર કરવામા સફળ રહ્યો છે. જશે ફર્સ્ટ ગ્રુપમાં ૪૦૦માંથી ૨૦૫ તથા સેકન્ડ ગ્રુપમાં ૪૦૦માંથી ૨૫૨ માર્કસ સાથે કુલ ૮૦૦ માર્કસમાંથી ૪૫૭ માર્કસ મેળવ્યાં છે.
તસબી પુરાણી શહેરમાં ફર્સ્ટ
સી એ ઈન્ટરમાં શહેરમાં ફર્સ્ટ તસબી પુરાણીએ બંન્ને ફર્સ્ટ અને સેકન્ડ ગ્રુપની એક્ઝામ એક સાથે જ આપી હતી. બંન્ને ગ્રુપ ફર્સ્ટ એટેમ્પમાં ક્લીયર કરવામા તે સફળ રહી હતી. તસબીએ ફર્સ્ટ ગ્રુપમાં ૪૦૦માંથી ૨૬૭ તથા સેકન્ડ ગ્રુપમાં ૪૦૦માંથી ૨૪૧ માર્કસ સાથે કુલ ૮૦૦ માર્કસમાંથી ૫૦૮ માર્કસ મેળવ્યાં છે. અત્રે ઉલ્લેખનિય છે કે, તસબીએ ગત વર્ષે જ એમ એસ યુનિવર્સિટીમાંથી ૮૯ ટકા સાથે બી કોમનો અભ્યાસ પૂરો કર્યો છે. બી કોમમાં તે યુનિવર્સિટી સેકન્ડ રહી હતી. યુનિવર્સિટી ફર્સ્ટ થવા માટે તસબીને ૦.૩ ટકા માર્કસ ઓછા પડયાં હતા. તેમ છતાં તેને બી કોમમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *