રણાસણના ખાનગી કુરિયરના ગોડાઉનમાં પાર્સલમાં દારૂ આવ્યો

Views 104

રણાસણમાં આવેલા ખાનગી કુરિયરમાં અગાઉ અનેકવાર પાર્સલમાં વિદેશી દારુ મોકલવામાં આવ્યો છે. પરંતુ બુટલેગર પોતાના સુધી દારૂ લાવવામાં સફળ થતા નથી. ત્યારે વધુ એક વખત 4 પાર્સલમાંથી દારૂ મળી આવ્યો છે. જેને લઇ પોલીસે દારૂ મોકલરનાર અને મંગાવનાર સામે ગુનો નોંધ્યો હતો અને 54 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે 3 લોકોની સામે તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ ડભોડા પોલીસ મથકના પીએસઆઇ એમ.એસ.રાણાની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, રણાસણમાં આવેલા ખાનગી કુરિયરના ગોડાઉનમાં આવેલા પાર્સલમાંથી દારૂની દૂર્ગંધ આવી રહી છે. જેને લઇ પોલીસ ગોડાઉન ઉપર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જેમાં 4 પાર્સલમાં જોવા મળ્યા હતા. જેમાં બોક્સ ઉપર રાધે જનરલ સ્ટોર, એપલવુડ ટાઉનશીપ, સાઉથ બોપલ શાંતિપુરા ચોકડી, અમદાવાદ અને બીજા પાર્સલ ઉપર જયદીપભાઇ પટેલ હાઉસ નંબર 748 ગુજરાત હાઉસિંગ બોર્ડ, ભગતસિંહ ગાર્ડન સામે, રાજકોટ લખેલુ હતુ.

લીક થયેલા પાર્સલ પોલીસે કબ્જે કરી તપાસ હાથ ધરી હતી. અલગ અલગ પાર્સલમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારુની 94 બોટલ કિંમત 54980ને જપ્ત કરી હતી. જ્યારે દારુના પાર્સલ મોકલનાર અશોક વિહાર ગુરુગ્રામના અલ્પેશ નામના વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છેકે, અગાઉ પણ ડીટીડીસી કુરીયરના ગોડાઉનમાં ત્રણ વખત આ રીતે વિદેશી દારૂ મોકલવામાં આવ્યો હતો અને પોલીસેના હાથે દારૂનો જથ્થો પકડાઇ ગયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *