કાર્તિક ત્યાગી મંગળવારે પંજાબ કિંગ્સ વિરુદ્ધ જ્યારે છેલ્લી ઓવર નાખી રહ્યો હતો ત્યારે તેને પણ ખબર નહીં હોય કે આજે ચમત્કાર થવાનો છે.
- કહ્યું- ભાગ્યશાળી છું કે આવી ક્ષણોમાં બોલિંગ કરવાની તક મળી
પંજાબને જીતવા માટે છેલ્લી ઓવરમાં માત્ર 4 રનની જરૂર હતી અને સામે ક્રિઝ પર વેસ્ટ ઈન્ડીઝનો સ્ટાર બેટ્સમેન નિકોલસ પૂરન હતો, પરંતુ તેવા બેટ્સમેનને પણ આઉટ કરી ત્યાગીએ એકદમ સટીક બોલિંગ કરીને રાજસ્થાનને એક અશક્ય ગણાતી મેચમાં 2 રનથી વિજય અપાવ્યો.
20મી ઓવર
પંજાબને જીત માટે 6 બોલમાં 4 રનની જરુર હતી
- પહેલો બોલ: એડમ માર્કરમ સ્ટ્રાઈક પર, નો રન
- બીજો બોલ: યોર્કર, સ્ટ્રાઈક પર માર્કરમ, એક રન લેવામાં સફળ
- ત્રીજો બોલ: વાઈડ યોર્કર, સ્ટ્રાઈક પર પૂરન, કટ મારવાના ચક્કરમાં પૂરને સંજુ સેમસનને કેચ આપી દીધો. આઉટ
હવે 3 બોલમાં 3 રનની જરૂર હતી
- ચોથો બોલ: ફુલ વાઈડ, સ્ટ્રાઈક પર હુડા, હુડાએ બહાર આવી બોલને મારવાનો પ્રયત્ન કર્યો. તેથી અમ્પાયરે વાઈડ ન આપ્યો. નો રન
- પાંચમો બોલ: સેમ ફુલ વાઈડ બોલ, હુડા આઉટ
- છઠ્ઠો બોલ: સટીક યોર્કર, સ્ટ્રાઈક પર એલન, રન ન બનાવી શક્યો, રાજસ્થાનની 2 રનથી જીત.
- કાર્તિકે મેચ બાદ કહ્યું- ભાગ્યશાળી છું કે મેચની આવી ક્ષણમાં બોલિંગ કરવા મળી
કાર્તિકે કહ્યું હતું કે IPLના ફેઝ-1માં હું ઈજાગ્રસ્ત હતો અને જ્યારે હું સાજો થયો ત્યારે IPL સ્થગિત કરવામાં આવી, જેથી મને ઘણું દુઃખ થયું. હવે મને સારું લાગી રહ્યું છે. હું વર્ષોથી આપણા સિનિયર ખેલાડીઓ સાથે વાત કરી રહ્યો છું અને તેમણે મને જણાવ્યું હતું કે આ ફોર્મેટમાં ગમે ત્યારે મેચ બદલાઈ શકે છે, તેથી મારે વિશ્વાસ રાખવાની જરૂર હતી.
તેણે આગળ કહ્યું હતું કે હું ભાગ્યશાળી છું કે આજે મને આવી ક્ષણમાં મોટી ભૂમિકા નિભાવવાની તક મળી. હું શરૂઆતમાં મને સિનિયર ખેલાડીઓ તરફથી સલાહ આપવામાં આવતી હતી અને તેમની સલાહ માનીને મેં મારી બોલિંગમાં સતત સુધારો લાવવાનો પ્રયત્ન કર્યો છે. કાર્તિકના સિલેક્શની કહાની
ધનોરા ખેડૂતના દીકરા કાર્તિક ત્યાગીનું સિલેક્શન IPLમાં થયું હતું. રાજસ્થાન રોયલ્સે 1.30 કરોડમાં તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જ્યારે તે ટીમમાં સામેલ થયો ત્યારે તેના ગામમાં ઉજવણી પણ કરવામાં આવી હતી. અંડર-19માં પણ કાર્તિક ત્યાગીનું સિલેક્શન થયું છે. પોતાની ઝડપી બોલિંગથી ત્યાગીએ દિગ્ગજ ક્રિકેટરોને પ્રભાવિત કર્યા છે.ધનોરા નિવાસી યોગેન્દ્ર ત્યાગી ખેતી કરે છે. તેમના પુત્ર કાર્તિક ત્યાગીને નાનપણથી જ ક્રિકેટમાં રુચિ હતી. દીકરાના સપનાને સાકાર કરવા માટે તેમના પિતાએ કાર્તિકનો ઉત્સાહ વધાર્યો. શિક્ષણની સાથે-સાથે તેને મેરઠની સીવીપીએસ ક્રિકેટ એકેડમીમાં ક્રિકેટ શીખવા મોકલ્યો.
કાર્તિકની પ્રારંભિક કારકિર્દી અંડર-14 યુપી, અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફી, વિનુ માંકડ ટ્રોફી, વિહાર ટ્રોફી, રણજી ટ્રોફીમાંથી થઈ હતી, જેમાં તેણે શાનદાર પ્રદર્શન સાથે સિલેક્ટરોનું ધ્યાન દોર્યું હતું. ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સામેની આંતરરાષ્ટ્રીય મેચોમાં તેણે પોતાની ઘાતક બોલિંગથી વિરોધી ટીમને પરેશાન કરી હતી. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડ પણ તેની બોલિંગથી પ્રભાવિત થયો હતો. તેના જુસ્સા અને સારી બોલિંગને કારણે સિલેક્ટરોએ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ માટે પણ તેની પસંદગી કરી છે.
HBN TV NEWS