- વડોદરા ક્રાઇમ બ્રાંચ ખાતે પોલીસ અધિકારીઓ પૂછપરછ કરશે
- સ્વામી હરિહરાનંદ વિશ્વાસઘાત થયાની માહિતી આપશે તો પોલીસ કાર્યવાહી કરશે
વડોદરાથી ગુમ થયેલા મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદ ભારતીજી 4 દિવસ બાદ નાશિક નજીકથી એક કારમાં મળ્યા છે. બાપુને તેમના સેવકે જ શોધી કાઢ્યા છે અને આજે બપોરે 1 વાગ્યા સુધીમાં તેમને વડોદરા લાવવામાં આવશે. વડોદરા લાવવામાં આવ્યા બાદ તેમને વાડી પોલીસ સ્ટેશન તેમજ ક્રાઈમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવશે અને ત્યાં અધિકારીઓ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવશે. જો હરિહરાનંદ સ્વામી તેમની સાથે વિશ્વાસઘાત થયો હોવાની માહિતી અને પુરાવા આપશે તો પોલીસ આ અંગે વધુ કાર્યવાહી કરશે.
કપુરાઇ ચોકડીથી ગુમ થયા હતા
ભારતી આશ્રમના મહંતસ્વામી હરિહરાનંદ ભારતીજી વડોદરાની કપુરાઈ ચોકડીથી ગુમ થયાની અરજી વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસે પણ તેમની શોધખોળ હાથ ધરી હતી, ગુમ થયાની રાત્રે તેઓ કપુરાઈ ચોકડી નજીક આવેલી હોટલ ક્રિષ્ના બહાર લાગેલા CCTVમાં કેદ થયા હતા. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે 5 ટીમ બનાવી હતી તેમજ તેમના અંગે માહિતી આપનારને પણ ઇનામ આપવાની જાહેરાત પણ કરી હતી.
અમદાવાદ મેડિકલ ચેકઅપ માટે ગયા હતા
પરમેશ્વર ભારતી (રહે. શ્રી ભારતી આશ્રમ, ગુરડેશ્નર, જિલ્લો નર્મદા)એ વડોદરાના વાડી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી કે, અમારા આશ્રમના ગાદીપતિ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજ ગત તા. 30 એપ્રિલ 2022ના રોજ બપોરના આશરે 12 વાગ્યે અમારા આશ્રમ કેવડિયાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલી ડૉ. રવીન્દ્ર લોઢાની હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા માટે નીકળ્યા હતા. ચેકઅપ કરાવી સાંજના આશરે સાડાપાંચ વાગ્યે કેવડિયા આશ્રમ ખાતે આવવા નીકળ્યા હતા.
વડોદરામાં અનુયાયીને ત્યાં રોકાયા બાદ રસ્તામાંથી ગુમ થયા
વડોદરા શહેરમાં રહેતા તેમના એક સેવક રાકેશભાઇ રસિકભાઇ ડોડિયા (રહે. રુદ્રાક્ષ હાઇટ્સ, કપુરાઇ ચોકડી પાસે) રાત્રિ ભોજન કરવા માટે ગયા હતા. જ્યાં રાત્રે આશરે નવ વાગ્યેને તેમણે કારેલીબાગ ખાસવાડી સ્મશાન ખાતે તેમના શિષ્ય કાળુ ભારતી પાસે જવાનું કહેતાં રાકેશભાઇ ડોડિયાએ હરિહરાનંદ મહારાજને કપુરાઇ ચોકડી પાસે આવેલી પોલીસ ચેકપોસ્ટની પાછળ હનુમાન દાદાની ડેરીએ કારમાંથી ઉતાર્યા હતા. ત્યાર બાદ રાકેશભાઇ તેમના ઘરે જતા રહ્યા હતા.
કોઈ આશ્રમમાં ભાળ ન મળી
બાદમાં હરિહરાનંદ મહારાજ ગઇકાલે તા. 1 મે 2022ની સવારે 10 વાગ્યા સુધી કેવડિયા આશ્રમે ન પહોંચતાં આ અંગે કાળુ ભારતીને ફોન કરી પૂછતાં તેમણે હરિહરાનંદ તેમને મળવા જ આવ્યા નથી તેમ જણાવ્યું હતું. જેથી રાકેશભાઇ ડોડિયાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યુ હતું કે તેમણે તો બાપુને કપુરાઇ ચેકપોસ્ટ પાસે કારમાંથી ઉતાર્યા હતા. બાદમાં તેમના વિશે કંઇ ખબર નથી. જેથી બાપુ અંગે જૂનાગઢ સહિતના વિવિધ આશ્રમોમાં તપાસ કરતાં હરિહરાનંદ ભારતીજીની કોઇ ભાળ મળી નથી.
કંટાળીને આશ્રમ છોડ્યાનો વીડિયો વાઇરલ
હરિહરાનંદ બાપુનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો, જેમાં હરિહરાનંદ બાપુ કહે છે, ‘ભારતી આશ્રમ સરખેજનો ખૂબ વિવાદ થયો. એક વર્ષ થયું, મારા ગુરુ ભારતી બાપુ બ્રહ્મલીન થયા ત્યાર પછીથી સતત વિવાદ ચાલી રહ્યો છે. મારી પાસે આશ્રમ માગે છે, વિલ મારા નામે છે. મારી સામે ફ્રોડ (નકલી) વિલ બનાવ્યું. મને ખૂબ દબાણ કરવામાં આવ્યું છે. મારી પર યેન કેન પ્રકારેણ કીચડ ઊડ્યો અને ઉડાડે છે એવા માણસો તૈયાર કર્યા. માણસો પણ કીચડ ઉડાડી મને દબાણ કરે છે. તો હું કંટાળી ગયો છું અને મેં આ નિર્ણય લીધો છે કે હું આ છોડીને નીકળી જાઉં