મતદાન મથકોના પુનર્ગઠન માટેની દરખાસ્તોના વાંધા સુચનો ૨૮ ઓગષ્ટ સુધી મોકલી આપવા

Views 82

HBN TV NEWS
તારીખ ૨૬ ઓગષ્ટ ૨૦૧૯                                                 
મહેસાણા 
મહેસાણા જિલ્લાના  સમાવિષ્ટ સાત વિધાનસભા મતવિભાગ પૈકી  ૨૨-વિસનગર 
અને ૨૫ મહેસાણા વિધાનસભાની દરખાસ્તો નોંધણી અધિકારી તરફથી રજુ થયેલ છે. પરંતુ 
૨૦ ખેરાલું,૨૧ ઉંઝા,૨૩-બેચરાજી,૨૪-કડી અને ૨૬ વિજાપુર વિધાનસભા મતદાર 
વિભાગના મતદાર નોંધણી અધિકારીશ્રીઓએ લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ ઉપયોગમાં 
લીધેલ મતદાન મથકોની યાદી મુજબ મતદાન મથકોમાં કોઇ સુધારા-વધારાની દરખાસ્ત 
રજુ કરેલ નથી. 
  દરખાસ્તોની નકલો કલેકટર કચેરી ખાતે,જિલ્લા પંચાયત ખાતે,સંબધિત 
મામલતદાર કચેરી ખાતે,સંબધિત મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરીએ તથા નિયત 
સ્થળોએ પ્રસિધ્ધ કરવામાં આવેલ  છે.જે બાબતે જરૂરી સલાહ-સૂચનો ૨૮ ઓગષ્ટ ૨૦૧૯ 
ના રોજ બપોરે ૦૩ વાગ્યા સુધીમાં કલેકટર કચેરી,મહેસાણા ચૂંટણી શાખામાં,સંબધિત 
મતદાન નોંધણી અધિકારીશ્રીની કચેરીએ સંબધિત મદદનીશ મતદાન નોંધણી 
અધિકારીશ્રીની કચેરી અને મામલતદારશ્રીની કચેરીએ રજુ કરી શકાશે તેમ જિલ્લા ચૂંટણી 
અધિકારી એચ.કે.પટેલ મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે. 
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *