શ્રીકેશને ફ્રીઝરમાંથી જીવતો બહાર લાવ્યા અને મેરઠના હેલ્થ સેન્ટરમાં એડમિટ કર્યો
હાલ તેની તબિયત સારી છે.
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં 40 વર્ષીય શ્રીકેશ કુમારને હોસ્પિટલે મૃત ઘોષિત કર્યો. શ્રીકેશ કુમારની બોડીને 7 કલાક સુધી શબઘરના ફ્રીઝરમાં રાખ્યા પછી ખબર પડી કે આ તો જીવતો છે!
ડ્યુટી પર હાજર ડૉક્ટરે શ્રીકેશને મૃત જાહેર કર્યો
શ્રીકેશ કુમાર પોતે ઈલેક્ટ્રિશિયન છે અને રસ્તા પર તેમને એક બાઈકની ટક્કર વાગી હતી. ગુરુવારે રાત્રે તેને જિલ્લા હોસ્પિટલમાં લઈને આવ્યા અને અહીં ડ્યુટી પર હાજર ડૉક્ટરે શ્રીકેશને મૃત જાહેર કરી દીધો હતો.
પોસ્ટમોર્ટમ પહેલાં ભાંડો ફૂટ્યો
શ્રીકેશની ડેડબોડીનું પોસ્ટમોર્ટમ બીજે દિવસે થવાનું હતું આથી ત્યાં સુધી તેને શબઘરના ફ્રીઝરમાં રાખ્યો. આશરે સાત કલાક ફ્રીઝરમાં રહ્યા પછી પરિવારે શ્રીકેશની બોડી ઓળખી લીધી અને પોસ્ટમોર્ટમના ડોક્યુમેન્ટ પર સહી કરી.
હાલ તેની તબિયત સારી છે
ડોક્યુમેન્ટની પ્રોસેસ ચાલુ હતી ત્યાં અચાનક શ્રીકેશની ભાભીએ જોયું કે, શબઘરમાં પડેલી બોડીમાં જીવ હતો. તેમને શરીરમાં મુવમેન્ટ દેખાઈ. એ પછી તો શ્રીકેશનો આખો પરિવાર ભેગો થઈ ગયો અને ડૉક્ટર તથા પોલીસ તાત્કાલિક હરકતમાં આવ્યા. શ્રીકેશને ફ્રીઝરમાંથી જીવતો બહાર લાવ્યા અને મેરઠના હેલ્થ સેન્ટરમાં એડમિટ કર્યો.
શ્રીકેશના પરિવારે કહ્યું, હજુ તેને હોશ નથી આવ્યો, પણ ડૉક્ટરના કહેવા પ્રમાણે, હવે કોઈ જોખમ નથી.
HBN TV NEWS