ભારતીય શેરબજારે મોંઘા વેલ્યૂએશનને કારણે આકર્ષણ ગુમાવ્યું : યુએસબી

Views 68

કંપનીએ 16 મહિના બાદ ચીન માટેના અન્ડરવેઇટ વલણને બદલી ઓવરવેઇટ બનાવ્યું :  યૂબીએસના મતે ભારતીય બજારમાં તેજીમાં રિટેલ ઇન્વેસ્ટર્સની મહત્ત્વની ભૂમિકા જોકે તેમનું વલણ બદલાશે ત્યારે બજાર પર દબાણ જોવાશે  

વિદેશી બ્રોકરેજ હાઉસે તાઇવાન અને ઓસ્ટ્રેલિયા સહિત ભારતને અન્ડરવેઇટનું રેટિંગ આપ્યું  

વિદેશી બ્રોકરેજ યૂબીએસે ભારતીય શેરબજારે મોંઘા વેલ્યુએશન્સને કારણે આકર્ષણ ગુમાવ્યું હોવાનું જણાવ્યું છે.

આસિયાન(એસોસિયેશન ઓફ્ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ)ના બજારોની સરખામણીમાં ભારતીય બજારના વેલ્યૂએશન્સ ઊંચા જોવા મળે છે. બ્રોકરેજે તાઈવાન અને ઓસ્ટ્રેલિયન માર્કેટ સાથે ભારતીય બજારને પણ અન્ડરવેઈટનું રેટિંગ આપ્યું છે. ઓસ્ટ્રેલિયા માટે તેણે અગાઉ ન્યૂટ્રલનું રેટિંગ આપ્યું હતું.  
યૂબીએસના સ્ટ્રેટેજિસ્ટ્સે એક રિપોર્ટમાં નોઁધ્યું છે કે અમારા માપદંડો મુજબ તાઈવાન, ઓસ્ટ્રેલિયા અને તાઈવાનના શેરબજારો અનાકર્ષક જણાઈ રહ્યાં છે. ખાસ કરીને વેલ્યૂએશન્સ અને અર્િંનગ્સ જેવા પરિબળોને આધારે તેઓ મોંઘા જણાય છે. જ્યારે આસિયાન બજારો પોઝિટિવ જણાઈ રહ્યાં છે. યૂબીએસ હાલમાં ઈન્ડોનેશિયા, ફ્િલિપિન્સ, સિંગાપુર, મલેશિયા અને ચીનના બજારો માટે ઓવરવેઈટ છે. ચીનના બજારને તેણે અન્ડરવેઈટમાં અપગ્રેડ કર્યું છે. ઉપરોક્ત તમામ બજારોએ ભારતીય બજારની સરખામણીમાં છેલ્લાં એક વર્ષમાં ઊંચું અન્ડરપર્ફેર્મન્સ દર્શાવ્યું છે. ભારતીય બેન્ચમાર્ક નિફ્ટીએ ચાલુ કેલેન્ડરમાં ગુરુવારના ભાવ મુજબ લગભગ 30 ટકાનું રિટર્ન દર્શાવ્યું છે. જેની સામે એમએસસીઆઈ એપીએસી(જાપાન સિવાય) ઈન્ડેક્સ તદ્દન ફ્લેટ જોવા મળ્યો છે. તીવ્ર આઉટપર્ફેર્મન્સને કારણે ભારતીય બજારનું પ્રીમિયમ એમએસસીઆઈ ઈમર્િંજગ માર્કેટ ઈન્ડેક્સની સરખામણીમાં 90 ટકાના વિક્રમી પર જોવા મળી રહ્યું છે. જે છેલ્લા 10 વર્ષો દરમિયાન સરેરાશ 43 ટકાના સ્તરે જોવા મળ્યું છે. યૂબીએસ નોંધે છે કે તાઈવાનની જેમ જ અમારા સ્કોરબોર્ડ ફ્રેમવર્કમાં ભારત ખૂબ નબળું જણાય છે. આસિયાનની સાપેક્ષમાં ભારતના વેલ્યૂએશનને યોગ્ય ઠેરવવા ખૂબ કઠિન છે. આ બંને વિસ્તારો આર્થિક વૃદ્ધિ માટેના સમાન પરિમાણો તથા મેક્રો તકલીફે ધરાવે છે. બ્રોકરેજે એમ પણ નોંધ્યું છે કે ભારત અને તાઈવાનમાં રિટેલ ઈન્વેસ્ટર્સે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જે ક્યારે બદલાશે તે અંગે કોઈ આગાહી કરવી કઠિન છે. જોકે જ્યારે પણ રિટેલ તરફ્થી માગ ઓછી થશે ત્યારે બજાર માટે એક વધારાની સમસ્યા ઊભી કરશે.  
બ્રોકરેજના મતે ભારતમાં કોર્પોરેટ અર્િંનગ્સ ક્ષેત્રે જોવા મળેલું મોમેન્ટમ હવે ધીમું પડી રહ્યું છે. જ્યારે ચાલુ વર્ષે આર્થિક રિબાઉન્ડની પાતળી શક્યતા રહેલી છે. ઉપરાંત નીચા રિયલ યિલ્ડ અને ઓવરવેલ્યૂડ કરન્સી પણ યુએસ ફ્ેડ રિઝર્વ્સના ટેપરિંગને ધ્યાનમાં રાખતાં ભારત માટે ઊંચું જોખમ દર્શાવે છે. યૂબીએસના મતે આસિયાન દેશો તેમના અન્ડરપર્ફેર્મન્સને કારણે વિદેશી રોકાણકારો તરફ્થી રોકાણનો ઊંચો ફ્લો મેળવી શકે છે. ઓગસ્ટ મહિનાથી ભારતીય બજારને મળેલા લાભ પાછળ ચીન ખાતે જોવા મળી રહેલી રેગ્યુલેટરી બાબતો પણ હતી. જોકે ચીન ખાતે હવે સ્થિતિ ફ્રી સામાન્ય બનતી જણાય છે એમ બ્રોકરેજ ઉમેરે છે. યૂબીએસ એપ્રિલ 2020થી ચીનના બજારને લઈને અન્ડરવેઈટનું રેટિંગ ધરાવતી હતી. હવે તેણે 16 મહિના બાદ આ કોલને રિવર્સ કર્યો છે. યૂબીએસના મતે હાલમાં ચીન ખાતે વેલ્યૂએશન્સ અન્યોની સાપેક્ષમાં સારા જણાઈ રહ્યાં છે અને 2022માં તે સારો દેખાવ દર્શાવી શકે છે. રેગ્યુલેશન્સને લઈને જોવા મળતી ચિંતાઓ પણ વધુ પડતી હોવાનું તે જણાવે છે

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *