ભારતના આ 5 હિલ સ્ટેશનો પર માણો બરફવર્ષાની મજા!

Views 136

ભારતમાં આ જગ્યાઓએ થાય છે શ્રેષ્ઠ બરફવર્ષા

બરફવર્ષાનો અનુભવ કરવા આ જગ્યાઓની મુલાકાત લો

બરફવર્ષાનો અનુભવ કરવો એ ખરેખર જાદુઈ ક્ષણ છે. સ્નોમેન બનાવવો, બરફમાં રમવું, અને બરફની સફેદ ચાદરમાં લસરપટ્ટીઓ ખાવાની પણ એક અલગ જ મજા હોય છે. જો બરફવર્ષા જોવી એ હંમેશા તમારા બકેટલિસ્ટનો એક ભાગ છે, તો તમારે તેના માટે સ્વિટ્ઝર્લેન્ડ જવાની જરૂર નથી. અમે તમને ભારતના આવા 5 સ્થળો વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે બરફવર્ષાનો આનંદ માણી શકો છો.

1. ગુલમર્ગ, જમ્મુ અને કાશ્મીર
પશ્ચિમ હિમાલયના પીર પંજાલમાં આવેલું ગુલમર્ગ શિયાળામાં ખૂબ જ સુંદર હોય છે. અહીં ડિસેમ્બરમાં તાપમાન -8 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય છે. ભારતમાં બરફવર્ષા જોવા માટે ગુલમર્ગ શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. અહીં તમે સ્કીઇંગની મજા પણ માણી શકો છો.
2. મસૂરી, ઉત્તરાખંડ
ઉત્તરાખંડના મસૂરીને પહાડોની રાણી કહેવામાં આવે છે, આ સ્થાન ભારતમાં શિયાળા દરમિયાન બરફનું સ્વર્ગ છે. મસૂરી કેમ્પ્ટી ફોલ્સ, ધમધમતા મોલ રોડ અને કંપની ગાર્ડન માટે પણ પ્રખ્યાત છે. હિમાચ્છાદિત પર્વતો, સ્નોફ્લેક્સથી શણગારેલા પાઈન વૃક્ષો સાથે, મસૂરી શિયાળામાં કોઈપણ વિદેશી સ્થળ જેટલું સારું લાગે છે!

3. યુમથાંગ, સિક્કિમ
ભારતમાં બરફવર્ષા માટે શ્રેષ્ઠ સ્થળો પૈકીનું એક સિક્કિમનું યુમથાંગ છે. શહેરમાં લગભગ આખું વર્ષ બરફ પડે છે. યુમથાંગને ‘વેલી ઑફ ફ્લાવર્સ’ કહેવામાં આવે છે કારણ કે અહીં શિંગબા રોડોડેન્ડ્રોન અભયારણ્ય છે. આ અભયારણ્યમાં રોડોડેન્ડ્રોનની 24 પ્રજાતિઓ જોવા મળશે, જે સિક્કિમનું રાજ્ય ફૂલ છે.
4. મનાલી, હિમાચલ પ્રદેશ
મનાલી ભારતના સૌથી લોકપ્રિય હિલ સ્ટેશનોમાંથી એક છે. શિયાળાની ઋતુમાં અહીંના પર્વતો સફેદ બરફની ચાદરથી ઢંકાઈ જાય છે. બરફથી ઢંકાયેલ પર્વતો અને પાઈન વૃક્ષો બર્ફીલા પવનો, હળવા વરસાદ અને ભારે બરફવર્ષા સાથે જોવાલાયક લાગે છે. ટેન્ટમાં રહીને અહીંના દ્રશ્યોનો આનંદ માણો.

5. તવાંગ, અરુણાચલ પ્રદેશ
જો તમે સૌથી સુંદર બરફવર્ષાનો અનુભવ કરવા માંગો છો, તો પછી અરુણાચલ પ્રદેશના તવાંગ શહેરમાં જાઓ. ત્યાં બરફવર્ષા પછી નજારો એવો હોય છે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. તવાંગ વિશ્વના સૌથી મોટા બૌદ્ધ મઠમાંથી એક છે. સામાન્ય રીતે, નવેમ્બરથી તવાંગમાં બરફવર્ષા શરૂ થાય છે અને તાપમાન શૂન્યથી નીચે જાય છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *