ભારત વિ. ન્યૂઝીલેન્ડ:આજે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડના 3 પડકારોનો સામનો કરવો પડશે

Views 145

આજે સાંજે 7.30 વાગ્યાથી દુબઈમાં, આ બંને ટીમો માટે કરો યા મરોનો મુકાબલો

ભારતની ટી-20માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ જીતની ટકાવારી સૌથી ઓછી.

રવિવારે જ્યારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડને ટીમ સામ-સામે હશે તો આ બંને ટીમો માટે કરો યા મરોનો મુકાબલો હશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 11 મેચો રમાઈ છે અને તેમાંથી ભારતે માત્ર ત્રણમાં જીત મેળવી છે.

ભારતે ન્યૂઝીલેન્ડને વર્લ્ડ કપમાં 18 વર્ષ અગાઉ હરાવ્યું હતું. 2007ના ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી ત્યારે એકમાત્ર ન્યૂઝીલેન્ડની ટીમ એવી હતી જેણે ભારતને હરાવ્યું હતું. આ વર્લ્ડ કપમાં ભારત સામે ઘણી મુશ્કેલીઓ છે. રવિવારે પ્રથમ મુકાબલામાં અફઘાનિસ્તાન અને નામીબિયા ટકરાશે. બંને ટીમો ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રથમવાર એકબીજા સામે રમશે.

વિલિયમ્સનના ભારત વિરુદ્ધ 11 મેચમાં 325 રનઃ

  • વિલિયમ્સન ભારત વિરુદ્ધ 11 મેચમાં 136ની સ્ટ્રાઈક રેટથી 325 રન કરી ચૂક્યો છે. આના કરતા વધુ રન તેણે માત્ર પાકિસ્તાન વિરુદ્ધ જ કર્યા છે.
  • વિલિયમ્સનનો સર્વશ્રેષ્ઠ સ્કોર 95 રન પણ ભારત સામે જ નોંધાયો છે.

બોલ્ટ ભારતીય ટોપ ઓર્ડરને 12 વખત પેવેલિયન પરત મોકલી ચૂક્યો છે

  • ભારતીય ટોપ ઓર્ડર બેટ્સમેન કોહલી, રોહિત અને રાહુલ ડાબોડી ઝડપી બોલર સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા. ગત મેચમાં ત્રણેયને આફ્રિદીએ આઉટ કર્યા હતા. ડાબોડી બોલર બોલ્ટે કોહલીને રેકોર્ડ 6 વખત, રોહિતને 5, રાહુલને 1 વાર આઉટ કરી ચૂક્યો છે.

સોઢીએ 12 મેચમાં 7.53ની એવરેજથી 17 વિકેટ ઝડપી

  • લેગ સ્પિનર સોઢી લિમિટેડ ઓવરમાં કોહલીને રેકોર્ડ 5 વખત અને રાહુલને 2 વખત આઉટ કરી ચૂક્યો છે. { સોઢીએ ભારત વિરુદ્ધ 12 મેચમાં 17 વિકેટ ઝડપી છે. જેમાં ઈરોનોમી 7.53ની રહી છે. ગત 2 મેચમાં તેણે 5 વિકેટ ઝડપી છે.

શમીને ટ્રોલ કરનાર લોકો પર ભડક્યો કોહલી, કહ્યું- ધર્મના આધારે ટાર્ગેટ કરવું સૌથી ખરાબ
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શમીને ટ્રોલ કરનારને ફટકાર લગાવી હતી. તેણે કહ્યું કે,‘કોઈને ધર્મના આધારે ટાર્ગેટ કરવો સૌથી ખરાબ ઘટના છે. અમે 200% શમીના સમર્થનમાં છીએ. અમારા ભાઈચારા કે મિત્રતાને કોઈ તોડી શકે નહીં. દેશ માટે શમીનો જુસ્સો અવિશ્વસનીય છે. અમે જે કરીએ છીએ તે રમત માટે હોય છે. લોકો સોશિયલ મીડિયા પર પોતાની ઓળખ છુપાવી ખેલાડીઓને ટ્રોલ કરે છે. આવા લોકો પોતાના જીવનના નિમ્ન સ્તરે હોય છે. આવા લોકોમાં આત્મવિશ્વાસની ઉણપ હોય છે.’

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *