ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાએ કરજણ મામલતદાર સાથે કરેલા અભદ્ર વ્યવહાર સામે કાલોલ મામલતદાર કચેરીના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યક્ત કર્યો

Views 56

કાલોલ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મહેસુલ વિભાગના તમામ કર્મચારીઓએ ગુરુવારે કાળીપટ્ટી ધારણ કરીને ફરજ બજાવવા મામલે આશ્ચર્ય સર્જાયું હતું.
જે અંગે કાલોલ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મહેસુલ વિભાગના નાયબ મામલતદાર મહેશ ગોહિલના જણાવ્યા મુજબ ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવા અને તેમના ધારાસભ્યએ ગત ૨૧ ફેબ્રુઆરીએ કરજણ મામલતદાર અને સ્ટાફ સાથે અભદ્ર વાણી વ્યવહાર કર્યો હતો.
જે દુર્વ્યવહાર સામે ગુજરાત મામલતદાર એસોસિયેશન દ્વારા આવેદનપત્ર આપીને સાંસદ મામલતદાર સમક્ષ માફી માંગે તેવા એસોસિયેશનના સમર્થન સાથે કાલોલ મામલતદાર કચેરીના મહેસુલ વિભાગના તમામ કર્મચારીઓએ ગુરુવારે કાળીપટ્ટી ધારણ કરીને ફરજ બજાવી હતી.
તદ્ઉપરાંત જો સાંસદ દ્વારા માફી નહીં માગવામાં આવે તો ૦૪/૦૩ના રોજ માસ સી.એલ પર ઉતરીને વિરોધ વ્યક્ત કરવામાં આવશે તદ્ઉપરાંત આગામી દિવસોમાં એસોસિયેશન આધારિત કાર્યક્રમ યોજાશે તેવું જણાવ્યું હતું.
બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર પંચમહાલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *