ગોધરા માં દાહોદ-અમદાવાદ હાઈવે પર ભૂરાવાવ ચોકડીથી દરૂણિયા ચોકડી સુધીનાં વિસ્તારમાં ડ્રાઈવ હાથ ધરાઈ

Views 54

પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે ગોધરા શહેરમાં માર્ગો પરનાં દબાણો દૂર કરવાની ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.

પોલિસ વિભાગ, નગરપાલિકા,માર્ગ અને મકાન વિભાગ, સર્વે વિભાગ સહિતનાં વિભાગોએ સંયુક્ત રીતે હાથ ધરેલ આ ડ્રાઈવ અંતર્ગત ભૂરાવાવ સર્કલથી દરૂણિયા સર્કલ સુધીનાં વિસ્તારમાં રસ્તાની બંને બાજુએ થતા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પ્રાંત અધિકારીશ્રી એન.બી.રાજપૂતે આ અંગે જણાવ્યું હતું કે ટ્રાફિક સહિતની સમસ્યાઓ નિવારવા માટે શહેરનાં દરેક વિસ્તારમાં આ પ્રકારનાં દબાણોને તબક્કાવાર રીતે દૂર કરવામાં આવશે.
દૂર કરાયેલ દબાણો ફરી કરવામાં ન આવે તે માટે રેઈલિંગ સહિતનાં વિકલ્પો અંગેનું આયોજન વિચારણા હેઠળ છે તેમ પ્રાંત અધિકારીશ્રીએ જણાવ્યું હતું. દર ગુરૂવારે શહેરમાં વિવિધ વિભાગોને સાથે રાખીને આ પ્રકારની ડ્રાઈવ હાથ ધરાશે, જેથી શહેરને દબાણમુક્ત કરી શકાય.
સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધકામો કરનારા, કબજો કરનારા તેમજ દબાણ કરનાર વ્યક્તિઓ પર જરૂર પડ્યે લેન્ડગ્રેબિંગ સહિતનાં લાગુ પડતા કાયદાઓ હેઠળ પગલા લેવામાં આવશે.
ડ્રાઈવની શરૂઆત સેન્ટ આર્નોલ્ડ સ્કૂલથી કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીશ્રી, ડિવાયએસપીશ્રી ગોધરા, મામલતદારશ્રી ગોધરા, નગરપાલિકાનાં ચીફ ઓફિસર સહિતનાં અધિકારીઓનાં માર્ગદર્શન હેઠળ અલગ-અલગ વિભાગોની ટીમે સંયુક્ત રીતે સમગ્ર કવાયત હાથ ધરી હતી.
સમજાવટથી જાતે દબાણો દૂર કરાવવા સાથે જરૂર પડ્યે જેસીબીથી 15 જેટલા પાકા દબાણો દૂર કરાતા દાહોદ-ગોધરા હાઈવેનો રસ્તો દબાણમુક્ત થયો હતો.
બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર કાલોલ પંચમહાલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *