બાલારામ નદીમાંથી રેતી ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. કોઈપણ પ્રકારની રોયલ્ટી પાસ વિનાજ નદીની રેતની બારોબાર ચોરી કરવામાં આવી રહી હોવાની ભૂસ્તર વિભાગને બાતમી મળી હતી જે બાદ કાર્યવાહી કરતાં રેતીની ચોરી કરતા ખનીજ માફિયાઓમાં હડકંપ મચી ગયો છે.
બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ રોયલ્ટી ચોરી અટકાવવા ભૂસ્તરશાસ્ત્રી ગુરપ્રીત સિંહ સારસ્વાને બાતમી મળતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર જીગર ઠક્કર દ્વારા મંગળવારે ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા પાલનપુરના ચિત્રાસણી ગામ નજીક બાલારામ નદીમાં થતી સાદી રેતીની ચોરી કરતા 8 ટ્રેક્ટરો પકડી પાડવામાં આવ્યા હતા.
રોયલ્ટી ઇન્સ્પેક્ટર જીગર ઠક્કરે જણાવ્યું હતું કે ” 8 ટ્રેક્ટર પકડી રૂ. 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દંડકીય કાર્યવાહી ભૂસ્તર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે.” ભૂસ્તરશાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વાએ જણાવ્યું હતું કે “જિલ્લામાં ખનીજ ચોરી ના બનાવો અટકાવવા માટે વિશેષ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. રાત્રિના સમયે અલગ અલગ લોકેશન પર ટીમ વોચમાં છે. જેમની પર આકસ્મિક રેડ પાડવાની કામગીરી આવનાર સમયમાં કરવામાં આવશે.