બસમાં વિદેશી દારુની હેરાફેરી કરતા વધુ એક મુસાફર પકડાયો

Views 56

ચિલોડાહિમતનગર હાઇવે ઉપર ચંદ્રાલા પાસે રાજસ્થાનથી અમદાવાદ જતી બસમાં પોલીસે તપાસ કરતા દારૃની બોટલો અને બિયર મળી આવી

ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર વિદેશી દારૃની હેરાફેરી વધી રહી છે ત્યારે ચિલોડા પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનથી અમદાવાદ જતી બસમાંથી મુસાફરને વિદેશી દારૃની બ્રાન્ડેડ  બોટલ અને બિયર સાથે ઝડપી લેવાયો હતો. તેની પાસેથી આઠ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજ્યમાં દારૃબંધી છે પરંતુ બુટલેગરો એનકેન પ્રકારે દારૃ ઘુસાડવા માટે નવા નવા કીમિયા અજમાવી રહ્યા છે. ખાસ કરીને ચિલોડા હીંમતનગર હાઇવે ઉપર વિદેશી દારૃ ભરેલા વાહનો પોલીસ દ્વારા પકડવામાં આવતા હવે આ માર્ગ ઉપર લક્ઝરી કે એસટી બસમાં મુસાફરોના મારફતે વિદેશી દારૃની હેરાફેરી કરવામાં આવી રહી છે.અવાર નવાર  લક્ઝરી કે બસમાંથી મુસાફરો દારૃ સાથે પકડાયા છે. ત્યારે  ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા ગામ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન રાજસ્થાનથી અમદાવાદ જતી બસ ને ઉભી રાખી હતી. જેમાં તપાસ કરતા એક મુસાફરના થેલામાંથી વિદેશી દારૃની ૪૮ જેટલી નાની બોટલ મળી આવી હતી.તેમજ બીયરના ૨૦  ટીન પણ મળ્યા હતા. પોલીસે અમદાવાદના સરસપુર ખાતે રહેતા જયદીપ ભીખાલાલ ઝાલા નામના આ યુવાનની ધરપકડ કરી હતી અને ૮૦૦૦ ઉપરાંતના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ગાંધીનગર નજીક આવેલા ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર લક્ઝરી અને એસટી બસમાં દારૃની હેરાફેરી વધી રહી છે ત્યારે પોલીસે આ પ્રકારની હેરાફેરી અટકાવવા માટે કોઈ નક્કર આયોજન ઘડવું પડશે. અહીંથી પસાર થતી રોજની સંખ્યાબંધ બસને તપાસવી શક્ય નથી ત્યારે રાજ્યમાં મુસાફરના સ્વાંગમાં કેટલો દારૃ ઘૂસતો હશે તે તો વિચારવું રહ્યું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *