પાલનપુરના મોટા ગામે પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો

Views 47

પાલનપુર તાલુકાના મોટા ગામે ખેતર ભાગથી વાવતા પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામના શખ્સના ત્રાસથી પત્નિએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. આ બનાવને લઈ પંથકમાં ચકચાર જગાવી છે.આ અંગે મૃતકના પિયર પક્ષે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગત મુજબ બહુચરાજી તાલુકાના જેતપુર ગામે રહેતા ઘેમરજી મગનજી ઝાલાએ તેમની પુત્રી સંગીતાને દસ માસ પહેલા બીજી વખત પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામે રાહુલજી ધનાજી ઠાકોર સાથે પરણાવી હતી. જે બંને પાલનપુર તાલુકાના મોટા ગામે ભાગથી જમીન વાવતા હતા.

જોકે, પતિ દારૂ પી ઘરે મોડો આવતો હોઇ ઠપકો આપતાં તેણીને શારિરીક – માનસિક ત્રાસ આપતો હતો આથી સંગીતાબેને ઝેરી પ્રવાહી પી લેતાં મોત થયું હતુ. આ અંગે ઘેમરજી ઠાકોરે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે મરવા માટે મજબુર કરનારા રાહુલજી ઠાકોર સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *