પાટણની નવાગંજની પેઢીએ વેચેલા ખોળનાં રૂા.4.51 લાખ નહીં આપતાં ઠગાઇની ફરિયાદ

Views 103

પાટણનાં નવાગંજ બજારની એક પેઢી પાસેથી નવેમ્બર-22 જામનગરની એક પેઢીને રૂા. 4,51,346ની કિંમતનો 19737 કિલોનો 400નંગ બોરી બોરીનો કપાસીયા કેટલફીડના માલનો જથ્થો વેચ્યો હતો. જેનાં નાણાંની વારંવાર ઉઘરાણી કરવા છતાં તેઓ તે પૈસા ચૂકવતા ન હોવાથી પાટણની પેઢીના સંચાલકે જામનગરની પેઢી સામે ફરિયાદ નોંધાવતાં પાટણ બી-ડીવીઝન પોલીસે જામનગરની પેઢીનાં ત્રણ વ્યક્તિ વિજયભાઇ, હરેશભાઇ અને ગૌરાંગભાઇ વિગેરે સામે આઇ.પી.સી. 406,114 મુજબ ગુનો નોંધ્યો હતો.

આ અંગેની મળતી માહિતી મુજબ પાટણનાં નવાગંજ બજારમાં પ્લોટ નં. 32,23 માં આવેલી ગુરુકૃપા ટ્રેડીંગ કાં. નામની પેઢીનાં નિતીનકુમાર બિપિનભાઇ પટેલ રે. કાલરી (ગણેશપુરા) તા. બેચરાજી હાલ રે. તિરૂપતિ ટાઉનશીપ, પાટણવાળાની ભાગીદારી પેઢી સાથે જામનગરની એસ.એસ. બ્રોકર્સને ટેલીફોન પર તા. 1-11-22નાં થયેલી ચર્ચા મુજબ તા. 7-11-22નાં રોજ તથા તા. 11-11-22નાં રોજ અલગ અલગ તબક્કામાં મોકલેલા કપાસીયા ખોળનાં માલનાં રૂા. 5,01,346 લેવાનાં થતા હતા તેમાંથી રૂા. 50000 ને બાદ કરતાં રૂા. 4,51,346 લેવાનાં નિકળતા હોવાથી ને તે હિસાબની નાણાંની ઉઘરાણી કરવા છતાં તેઓ વાયદા કરીને તેમને પૈસા ન આપતા હોવાથી તેમણે ફરિયાદ પાટણ બી ડિવિઝન માં નોંધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *