પાટણનાં રાજપુરનાં ફેબ્રીકેશનનાં વેપારીએ 3 લાખ વ્યાજે લેવા 36 તોલા દાગીના ગિરવે મુક્યા, 6 લાખ ચુકવ્યા છતાં વ્યાજખોરોની ધમકીઓ

Views 120

પાટણ તાલુકાનાં રાજપુર ગામનાં રહીશ અને ફેબ્રીકેશનનાં ધંધા સાથે સંકળાયેલા સુનિલ નાગરભાઇ પટેલે 2017માં ધંધા માટે પાટણનાં એક વ્યક્તિ પાસેથી રૂા. ત્રણ લાખની રકમ 3% વ્યાજેથી લીધેલી જેનાં અવેજ પેટે સુનિલભાઇએ પાંચ કોરા ચેક તથા 36 તોલા સોનાનાં દાગીના આપેલા અને સુનીભાઇ વ્યાજ સહિત રૂા. 6 લાખની રકમ ચૂકવી હોવા છતાં આ વ્યાજખોરે સુનિલભાઇ પાસેથી બળજબરીપૂર્વક મૂડી તથા વ્યાજ સહિત 6% લેખે બીજા રૂપિયા 7 લાખની માંગણી કરી હતી અને નહિં આપો તો બાકીનાં કોરા ચેક બાઉન્સ કરાવવાની ધમકીઓ આપતા હોવાનો આક્ષેપ કરતી ફરીયાદ નોંધાઇ હતી.

સુનિલભાઇએ આક્ષેપ કર્યો હતો કે, તેઓએ આ રૂપિયા લેવા માટે પોતાની પત્નિનું મંગળસુત્ર, હાર,સોનાનાં પાટલા, ચેઇન, કડલી સહિતનાં 36 તોલાનાં દાગીના આપ્યા હતાં. 2020માં કોરોના મહામારીમાં સુનિલભાઇને દુકાન બંધ કરવાની હાલત ઉભી થતાં ને કમાણીનો રસ્તો બંધ થઇ ગયો હતો ને રૂા. ત્રણ લાખનું વ્યાજ 3%નાં બદલે 6% લેખે આપવાનાં તથા તેમજ દિવસની 500 રૂપિયાની પેનલ્ટી લાગશે તેવી ધમકીઓ આપતા હતા. તથા સુનિલભાઇ સામે ચેક રીટર્નનાં કેસ કર્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. જે અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *