મોડાસામાં ગોલ્ડ લોન પેઢીમાં મૂકેલ સોનાના દાગીના મામા-ભાણેજે બારોબાર વેચી માર્યા

Views 123

મોડાસામાં મેઘરજ રોડ ઉપર આવેલી ભાગ્યલક્ષ્મી ગોલ્ડ લોન એફ 6 પાર્શ્વનાથ આર્કેડ મેઘરજ રોડ મોડાસા નામની ગોલ્ડ લોન પેઢીમાં ત્રણ વર્ષ અગાઉ સોનાના દાગીના મૂકીને ભિલોડાના દહેગામડાના ખેડૂતે 75,000 લોન પેટે લીધા હતા. ખેડૂતે ગોલ્ડ લોન પેઢીમાં મૂકેલા રૂ.175000ના સોનાના દાગીના બારોબાર અન્યત્ર વેચાણ કરી ખેડૂત સાથે છેતરપિંડી આચરતાં ભાગ્યલક્ષ્મી ગોલ્ડ લોન પેઢીના અને મૂળ ભિલોડાના બે શખ્સો વિરુદ્ધ શામળાજી પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરતાં અને સરકારના નાણાં ધીરધારના નિયમ કરતાં વધુ વ્યાજ વસૂલતાં પોલીસે ભિલોડા તાલુકાના મામા-ભાણેજ વિરુદ્ધ ગુનો નોંધી મામાની અટક પોલીસે કરી હતી.

દહેગામડામાં રહેતા રમણભાઈ પૂજારાના પત્ની ડાહીબેન બીમારીમાં સપડાતા ખર્ચને પહોંચી વળવા તેમના પતિએ પત્નીની 20 ગ્રામની સોનાની ચેન તથા 15 ગામનું સોનાનું લોકેટ તા.13-8-2019ના રોજ ભાગ્યલક્ષ્મી ગોલ્ડ લોન f6 પાશ્વનાથ આર્કેડ મેઘરજ રોડ મોડાસા નામની ગોલ્ડ લોન પેઢીમાં 35 ગ્રામ સોનાના દાગીના મૂકીને 75 હજાર લોન પેટે લીધા હતા. જેમાં તેણે પેઢીને ₹1,48,300 અને નોટિસના ચાર્જ પેટે ₹5,000 ચૂકવેલ હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

દાગીનાની હાલની કિંમત 1,75,000 ની ગણીને તે દાગીના ખેડૂતને પરત ન કરીને દાગીના અન્યત્ર વેચાણ કરી મિલકતનો દુરપયોગ કરી ઉચાપત કરી ખેડૂત સાથે વિશ્વાસઘાત કરીને છેતરપિંડી આચરતા રમણભાઈ ધુળાભાઈ પૂજારા રહે. દહેગામડા તા.ભિલોડાએ શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ભરતભાઈ ઉર્ફે કાંતિભાઈ બબાભાઈ રાવળ રહે. દહેગામડા તા.ભિલોડા અને તેમના ભાણેજ ભરતભાઈ કાળાભાઈ રાવળ રહે.જાલીયા તા. ભિલોડા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *