પાટણ શહેરમાં ઉજવાયો ૨૬ મી નવેમ્બર ૧૯૪૯ એટલે ભારતીય બંધારણ દિવસ….

Views 140


સમાનતા નુ અતિઉત્તમ ઉદાહરણ
૨૬ મી નવેમ્બર ૧૯૪૯ એટલે ભારતીય બંધારણ દિવસ….
આજ રોજ વિશ્વ રત્ન ડૉ બાબા સાહેબ આંબેડકર દ્વારા લખેલ બંધારણ ને બંધારણ સભાના અધ્યક્ષ ડૉ.રાજેન્દ્ર પ્રસાદને બંધારણ અર્પણ કરવામાં આવ્યુ હતુ. આપણા ભારત દેશનુ બંધારણ એ વિશ્વ નુ મોટા મા મોટુ લેખિત બંધારણ છે.આ બંધારણ ને લખતા ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસ લાગ્યા હતા .
આજ રોજ પાટણ જિલ્લામાં બંધારણ દિવસ ની મંગલ શુભકામનાઓ પાઠવવા માટે પાટણ જિલ્લાના પાટીદાર સમાજ વતી પાટીદાર સમાજના યુવા લીડર રોહિત પટેલ અને એસ.સી. એસ.ટી તથા ઓ.બી. સી સમાજના યુવાઓ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી પાટણ જિલ્લાના પાટીદાર સમાજ વતી રોહિત પટેલ તરફથી ડૉ .બાબાસાહેબ આંબેડકર ના તૈલી ચિત્ર આપીને સમાનતા તથા પ્રેમનો સંદેશ પૂરો પાડવામાં આવ્યો હતો. જે આવનાર સમયમાં દેશના પરિવર્તનમાં ખૂબ જ મહત્વનો સંદેશ છે. અને આ પ્રેરણાદાયી પગલાની સમાજના લોકો એ નોંધ લેવી જોઈએ અને દેશની વૃદ્ધિમાં દિન-પ્રતિદિન પ્રગતિ થાય એવા કાર્ય કરતા રહેવું જોઈએ. આ દિવસે પાટણ ના સામાજિક યોદ્ધા વકીલ મનોજ પરમાર, અજીત મકવાણા, ભદ્રેશ પરમાર , રમેશભાઈ બોદ્ધી, કિસ્મતભાઈ, હરેશભાઈ સોલંકી, રાજેન્દ્ર પરીખ, નટુભાઈ તેમજ બીજા અનેક કાર્યકર્તા હજાર રહ્યા હતા અને ડૉ બાબા સાહેબ આંબેડકર ના વિચારો ને આગળ લઈ જવા માટે નિર્ણય લીધો હતો.
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
 અહેવાલ જગદીશ સોલંકી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *