પાટણ બોગસ ડિગ્રી કાંડ:યોગેશ પટેલની BAMSની ડિગ્રી સાચી પણ MDની ખોટી, ઝાયડસમાં નોકરી કર્યાની વાત પાયા વિહોણી

Views 140

 

પાટણ બોગસ ડિગ્રી કાંડ:યોગેશ પટેલની BAMSની ડિગ્રી સાચી પણ MDની ખોટી, ઝાયડસમાં નોકરી કર્યાની વાત પાયા વિહોણી

* પોલીસે છેલ્લા બે દિવસથી તપાસને વેગવંતી બનાવી

     પાટણનાં ચકચારી ‘ડૉ. યોગેશ પટેલ બોગસ ડિગ્રી કાંડ’ની વાયું વેગે તપાસ કરી રહેલી પાટણ એ ડીવીઝન પોલીસે છેલ્લા બે દિવસથી તપાસને વેગવંતી બનાવી છે. જેમાં યોગેશ પટેલની બીએએમએસની ડિગ્રી સાચી પણ એમ.ડી.ની ખોટી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

                                                                                           * એમ.ડી.ની ડિગ્રી ખોટી
યોગેશ પટેલ અમદાવાદનાં વસ્ત્રાલમાં પોતાનું ઘર ધરાવે છે અને તે હાલમાં ભાડે આપેલું છે. પોલીસે ડો. યોગેશ પટેલની ડિગ્રીઓની તપાસ કરે તો તેની બીએએમએસની સાચી હોવાનું જાણવા મળ્યું છે, જે તેણે જામનગરની સરકારી ‘ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી’ ખાતેથી 2011માં મેળવી હતી. જે સાચી છે, પરંતુ પોલીસે તેની એમ.ડી.ની ડિગ્રીની ખરાઇ કરવા તેમણે મેડીકલ કાઉન્સિલને પત્ર લખીને તેની જાણકારી માંગતા કાઉન્સિલ તરફથી તેની એમ.ડી.ની ડિગ્રી ખોટી હોવાનું પોલીસને અત્રેનાં રજિસ્ટ્રારે લેખિતમાં જવાબ આપ્યો છે.

                                                                             *ઝાયડસમાં નોકરી કર્યા ની વાત ખોટી
યોગેશ પટેલે તેમનાં નામનાં સાહિત્ય નીચે ‘પૂર્વ ડૉ.ઝાયડસ હોસ્પીટલ’ એવું લખેલું હોવાથી પાટણ પોલીસે તે માટે પણ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને પત્ર લખીને જાણ કરી ખરાઇ અને સત્ય પરિસ્થિતિ આપવા જણાવતાં હોસ્પિટલનાં સત્તાવાર અધિકારી દ્વારા પોલીસને જણાવ્યું છે કે, ડૉ. યોગેશ પટેલે ઝાયડસ હોસ્પિટલમાં નોકરી કરી જ નથી.

                                                                                                                                                                                                  અહેવાલ – મુરતુજલી સૈયદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *