પતિને ગર્લફ્રેન્ડ સાથે ઝડપી પાડીને પત્ની-પુત્રીએ મેથીપાક ચખાડ્યો

પતિને ગર્લફ્રેન્ડ સાથે ઝડપી પાડીને પત્ની-પુત્રીએ મેથીપાક ચખાડ્યો
Views 268

પત્નીને તેના વેપારી પતિ પર શંકા હતી. પતિ ગર્લફ્રેન્ડના ઘરે ગયો તો પત્ની, પુત્રી અને અન્ય લોકો પીછો કરીને ત્યાં પહોંચી ગયા હતા.
  • પતિને ગર્લફ્રેન્ડ સાથે ઝડપી પાડી પત્ની-પુત્રીએ જાહેરમાં જ ધોળા દિવસે તારા બતાવી દીધા
  • પત્ની-પુત્રી વેપારીનો પીછો કરીને ગર્લફ્રેન્ડના ફ્લેટ પર પહોંચી ગયા હતા
  • ગર્લફ્રેન્ડની એવી ધોલાઈ કરી હોસ્પિટલ ભેગી થઈ ગઈ, પોલીસ ફરિયાદ થઈ

વડોદરાઃ શહેરમાંથી પતિ, પત્ની ઔર વો..નો એક કિસ્સો સામે આવ્યો છે. નર્મદા તાલુકાના એક ગામમાં રહેતો વેપારી થોડા દિવસો પહેલાં વડોદરામાં રહેતી પોતાની ગર્લફ્રેન્ડના ઘરે આવ્યો હતો. પત્નીને પોતાના વેપારી પતિ પર શંકા હતી. જે બાદ પત્ની, પુત્રી અને અન્ય લોકો વેપારીનો પીછો કરતા કરતા તેની ગર્લફ્રેન્ડના ઘરે પહોંચ્યા હતા. બાદમાં પતિની નજર સામે જ તેની ગર્લફ્રેન્ડને જાહેરમાં મેથીચાક ચખાડ્યો હતો. આ ઘટના જોઈને આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા. ગર્લફ્રેન્ડની જાહેરમાં ધોલાઈ થયા બાદ આખો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. ત્યારે બાપોદ પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

23 વર્ષીય યુવતી સાથે વેપારીના સંબંધ
પ્રાપ્ત સ્થાનિક રિપોર્ટ મુજબ, નર્મદા તાલુકાના એક ગામમાં રહેતા વેપારીના એક 23 વર્ષીય યુવતી સાથે પ્રેમ સંબંધ હતા. શહેરના આજવા રોડ પર રહેતી 23 વર્ષની યુવતી મુંબઈમાં આઈટીનો અભ્યાસ કરે છે. વેપારી અને આ યુવતી વચ્ચે પહેલાં મિત્રતા થઈ અને પછી પ્રેમ સંબંધ બંધાયો હતો. જે બાદ તેઓ એકબીજાને વારંવાર મળતા હતા. પત્નીને પણ વેપારી પતિ પર શંકા હતી અને આ વાતની જાણ થઈ ગઈ હતી. જેથી પરિવારના સભ્યો પણ વેપારી પર વોચ રાખતા હતા.

પત્ની-પુત્ર પીછો કરી ગર્લફ્રેન્ડના ઘરે પહોંચ્યા
ગઈ 26 સપ્ટેમ્બરના રોજ વેપારી તેની ગર્લફ્રેન્ડના ઘરે આવ્યો હતો. વેપારીના પરિવારને પહેલેથી જ શંકા હોવાથી પત્ની, પુત્રી અને અન્ય લોકોએ તેનો પીછો કર્યો હતો. એ પછી વેપારીના પરિવારના લોકો તેની ગર્લફ્રેન્ડના ઘરે પહોંચી ગયા હતા. જ્યારે વેપારી ફ્લેટમાંથી બહાર નીકળ્યો ત્યારે ગર્લફ્રેન્ડ સાથે તેને ઝડપી પાડ્યો હતો. એ પછી દેવાવાળી શરુ થઈ ગઈ હતી. વેપારીની પત્ની અને પુત્રીએ ગર્લફ્રેન્ડને વાળ પકડીને જાહેરમાં જ ધોળા દિવસે તારા બતાવી દીધા હતા.

જાહેરમાં જ ગર્લફ્રેન્ડની ધોલાઈ કરી
વેપારીને ગર્લફ્રેન્ડ સાથે પકડ્યા બાદ જાહેરમાં જ મેથીપાક ચખાડતા લોકોનું ટોળુ એકત્ર થઈ ગયુ હતુ. ગર્લફ્રેન્ડને બરાબરનો માર મારવામાં આવતા તે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. ત્યારે ટોળામાંથી કોઈએ 108 એમ્બ્યુલન્સને કોલ કરીને બોલાવી હતી. બાદમાં ઈજાગ્રસ્ત ગર્લફ્રેન્ડને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. એ પછી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. ત્યારે જાહેરમાં ફજેતી થયા બાદ આખો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. ત્યારે બાપોદ પોલીસે પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *