પંચમહાલ:-હાલમાં ચાલતી કોરોનાની મહામારી ને લઈને હાલોલ લિમ્બચ યુવા સંગઠન દ્વારા માસ્ક અને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.

Views 59

આજરોજ લીંબચ યુવા સંગઠન પંચમહાલ દ્વારા હાલોલ ખાતે લીંબચ માતાના મંદિરે ઉકાળા વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં હાલોલ તેમજ આજુબાજુ ના તમામ પારેખ પરિવાર અને અન્ય દરેક સમાજ ના લોકો ને આ ઉકાળાનું વિતરણ કરી ને કોરોના મહામારી વચ્ચે રક્ષણ મળે તેરીતે પંચમહાલ યુવા સંગઠન દ્વારા કાર્ય કરવામાં આવ્યું હતું.સાથે સાથે માસ્ક તેમજ આયુર્વેદિક ગોળીનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.તેમજ કોરોના ની મહામારી વચ્ચે જે પણ લોકોએ પોતાના જીવન જોખમે આવા કપરા સમય માં પોતાના જીવની ચિંતા કર્યા વગર પણ સેવા કરી છે. તે માટે લીંબચ યુવા સંગઠન દ્વારા કોરોના વોરિયર તરીકે સન્માન પાત્ર દ્ધારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ નિ:સહાય વિધવા બહેનોને કરિયાણાની કીંટ પણ આપવામાં આવી હતી .સમગ્ર કાર્યક્રમનું આયોજન લિમ્બચ યુવા સંગઠનના મંત્રી સંદીપભાઇ પારેખ તથા હાલોલના યુવા મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે લીંબચ યુવા સંગઠનના પ્રમુખ પરેશભાઇ પારેખ ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઇ પારેખ મહામંત્રી કલ્પેશભાઇ પારેખ સંગઠન મંત્રી યોગેશભાઈ પારેખ સંકલન મંત્રી ધ્રુમિલ પારેખ , કાલોલ તાલુકા પ્રમુખ સચીનભાઇ પારેખ મહામંત્રી મયુરભાઈ પારેખ વગેરે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર . નવનીત ભાઈ ગોહિલ હાલોલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *