*પંચમહાલ:-શહેરામાં પાનમ મહિલા સંગઠન દ્વારા વિવિધ માંગણીઓ સંદર્ભે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.*

Views 64

શહેરામાં ગઈ કાલે મહિલા ખેડૂત દિવસ નિમિત્તે શહેરા પંથકની બહેનોના વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ લાવવા માટે પાનમ મહિલા સંગઠન દ્વારા તાલુકા વિકાસ અધિકારી અંકિતા ઓઝાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે વારસાઈ હકથી મહિલાને ખેડૂત ખાતેદાર બનાવવામાં આવે, ગૌણ વન પેદાશ એકત્ર કરવા માટે મહિલાઓને માન્યતા આપવામાં આવે, તદ્પરાંત વિધવા અને એકલ બહેનોને જમીનની ખેતીલાયક જમીન જીવનનિર્વાહ માટે આપવામાં આવે, સરકાર દ્વારા ચાલુ વર્ષે ખેતીમાં થયેલા નુકશાનીનો સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે જેવી વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી,ત્યારે તાલુકા વિકાસ અધિકારી અંકિતા ઓઝા દ્વારા આવેદનપત્ર સ્વીકારવામાં આવ્યું હતું.
રિપોર્ટર:- ભુપત ડાભી શહેરા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *