પંચમહાલ:-વેજલપુર વનવિભાગની ટીમેં કાલોલ જીઆઇડીસી માંથી ખેર ના લાકડાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો .

Views 67

પંચમહાલ:-વેજલપુર વનવિભાગની ટીમેં કાલોલ જીઆઇડીસી માંથી ખેર ના લાકડાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો .
પંચમહાલ જિલ્લાના કાલોલ જીઆઇડીસી માં આવેલી એક બંધ કંપનીના ગોળાઉનમાંથી ૧૪૦ કવીંટલ ખેરના લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો.છેલ્લાં ઘણા સમયથી સંગ્રહ કરી રાખેલો ખેરના લાકડાનો જથ્થો વેજલપુર રેન્જર વિભાગે પકડી પાડી મોટી સફળતા મેળવી છે.વેજલપુર રેન્જના પો.સ.ઈ સંજય દેસાઈને શનિવારે ખાનગી બાતમીના આધારે કાલોલ જીઆઇડીસી માં એમ.જી.વુલન કંપની સામે આવેલા બ્લોક નંબર ૫૪ માં આવેલી એક બંધ પડી રહેલી ટાયરની કપનીના ગોડાઉનમાં છાપો મારતાં ખેરના લાકડાનો ૧૪૦ કવીંટલ જથ્થો પરમીટ વગર ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી રાખ્યો હતો.તે તમામ ખેરના લાકડાનો જથ્થો વેજલપુર વન વિભાગ દ્વારા જપ્ત કરી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.ખેરના લાકડાનો સંગ્રહ કરનાર મુખ્ય ઇસમનું નામ દુર્વેશ મુજસીમ અબ્દુલ હતું.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર કાલોલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *