પંચમહાલ મા કાલોલમાં આજ દિન સુધી કોરોનામુક્ત રહેલા વિસ્તાર માં હવે વાયરસનો પગપેસારો.

Views 55

પંચમહાલ મા કાલોલમાં આજ દિન સુધી કોરોનામુક્ત રહેલા વિસ્તાર માં હવે વાયરસનો પગપેસારો.
કાલોલ શહેર ના કોલેજ પાસે સાધના સોસાયટીમાં રહેતા 60 વર્ષય એક પુરુષનો ગતરોજ રિપોર્ટ પોઝિટિવ આવતા તેમજ આજ રોજ કાલોલ શેઠ ફળીયામાં 53 વર્ષીય મહિલાનું પોઝિટિવ આવતા કાલોલ નગરમાં કોરોના નો બીજો કેસ નોંધાતાં ખળભળાટ મચી ગયો હતો અને પોઝિટિવ રિપોર્ટના પગલે આરોગ્ય તંત્ર હરકતમાં આવી આ બન્ને કેસોને લઈ તેના પરિવારને કોરન્ટાઈન કરવાની તજવીજ હાથ ધરી છે કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ના પોઝિટિવ કેસો ની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે અત્યાર સુધી કોરોના કેહેરથી મુક્ત રહેલા કાલોલ શહેરમાં ગતરોજ કોલેજ વિસ્તાર નજીક આવેલી સાધના સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર કુમાર કલ્યાણદાસ શાહનો આજરોજ કાલોલ શહેરના શેઠ ફળીયામાં રહેતા નિલાક્ષીબેન મહેશકુમાર શેઠ નું કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતાં કોલેજ નજીક આવેલી આજુબાજુની તમામ સોસાયટીઓમાં તથા શેઠ ફળીયા સહિત સમગ્ર કાલોલ શહેરના લોકોમાં ગભરાટ ફેલાઇ રહી છે રોજ નવા કેશા મા વધારો થઈ રહ્યો છે પંચમહાલ જિલ્લા કુલ 113 કેશ છે તેમાંથી હાલ સક્રિય કેશ 29 અને મુત્યુ આંક 11 છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *