પંચમહાલ જિલ્લાના મોરવા હડફ પોલીસ દ્રારા બે ઈસમો પાસેથી જીવલેણ હથિયારો અને એક અપાચે બાઈક જપ્ત કરવામાં આવ્યું છે

Views 64

પંચમહાલ જીલ્લાના મોરવા હડફ પોલીસ દ્વારા સંતરોડ પાસે વાહન ચેકીગ દરમિયાન બે ઈસમો બાઇક પર સવાર થઈને આવતા હતા તે દરમિયાન વાહનચેકીંગ જોતા બે ઇસમો પોતાની બાઈક અને તેમની પાસે રહેલી બેગ મૂકીને ભાગી ગયા હતા. તેઓની બેગ પોલીસ દ્વારા તપાસ કરતા.જેમા બેગમાથી મારક પીસ્તોલ ,તમંચા,કારતુસ જેવા હથિયારો જોઇને પોલીસ ચોકી ઉઠી હતી.પોલીસે હથિયારો જપ્ત કરીને ફરાર ઈસમોને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ મામલે પંચમહાલ જીલ્લા પોલીસ વડા ડૉ.લીના પાટીલ એસ.પી કચેરી ખાતે એક પત્રકાર પરિષદમા વિગતો આપી હતી.પ્રાપ્ત વિગતો અનૂસાર પંચમહાલના મોરવા હડફ પોલીસ મથકના પી.એસ.આઈ એચ.જી. ભરવાડ તથા તેમનો સ્ટાફ સંતરોડ ગામેથી દાહોદ રોડ તરફ જતા વાહન ચેકીંગ કરી રહયા હતા તે  સમયે દાહોદ રોડ તરફ થી અપાચે નામ બાઈક કાળો કલર બાઈક પર સવાર બે ઇસમો આવતા હતા.તે સમયે પોલીસ ચેંકીગ જોતા તેઓ પોતાની બાઈક અને સ્કુલબેગ ત્યા જ છોડીને રેલ્વે લાઇન તરફ ભાગવા લાગ્યા હતા.પોલીસને શંકા જતા તેમનો પીછો કર્યો હતો.જેઓ રેલ્વેલાઇન ક્રોસ કરીને નદીના પટ તરફ ફરાર થઇ ગયા હતા.પોલીસે તેમની શોધખોળ હાથ ધરી હતી. આસપાસના ખેતરો અને ગામડાઓ તપાસ કરતા તેઓ મળી આવ્યા નથી.તેમની બેગો માથી તપાસ કરતા જીવલેણ હથિયારો મળી આવ્યા હતા.જેમાદેશી બનાવટની.મેગઝીઁન.પીસ્ટલ.ખાલી.મેગઝીન.દેશી બનાવટના કટ્ટા નસિંગલ બેરલવાળી.બંદૂકો.જીવતા કારતુસ તેમજ બાઈક સહિતનો ૧,૨૮,૫૦૦ એક લાખ અઠ્ઠાવીસ હજાર પાંચસો રૂપીયાનો મૂદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે આ ઇસમો સામે ગુનો નોંધી આ હથિયારો ક્યાથી લાવ્યા હતા અને કોને આપવાના હતા. તે દિશામા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરવામા આવ્યા છે.
શંકા નાં દાયરામાં આવેલા બે નબીરાઓ પાસે થી આવા જીવલેણ હથિયારો મળી આવ્યા છે તો આવા કેટલા સપ્લાયર હસે ?
સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આ કેટલા દિવસો થી સપ્લાય કરતા હશે ?
આ હથિયારો ક્યાં ઉપયોગ કરવામાં આવવાના હતા અને કોની ત્યાં પોહચાડવાના હતા ?
બ્યુરો રિપોર્ટ:- અજયસિંહ ચૌહાણ પંચમહાલ
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *