પંચમહાલ કાલોલ માં ગેરકાયદેસર ચાલતાં ત્રણ ઈંટોના ભઠ્ઠાઓ પર તંત્ર દ્વારા દિવાળી પહેલા જ સપાટો

Views 59

કાલોલ તાલુકામાં છેલ્લા ઘણાં વર્ષોથી ઈંટોના ભઠ્ઠાઓ ધમધમી ઉઠેલા જોવાં મળે છે.જ્યારે આમા ના કેટલાંક ભઠ્ઠાઓ કોઈ પણ પ્રકારના પરવાના વગર ધમધમી ઉઠેલાં ઈંટોના ભઠ્ઠાઓ  પર નજીકના દિવસોમાં આવતી દિવાળી પહેલાં જ  અંદાજીત ચાર વર્ષથી ગેરકાયદેસર રીતે ધમધમી ઉઠેલા ત્રણ ઈંટોના ભઠ્ઠાઓના માલિકો પાસે  GPCB  ની પરવાનગી તેમજ જરૂરી પરમિશન ન હોવાથી જીલ્લા પ્રાન્ત અધિકારી અને કાલોલ ઇન્ચાર્જ મામલતદાર દ્વારા વરવાળા રોડ પર ગેરકાયદેસર ચાલતાં ત્રણ ઈંટોના ભઠ્ઠા મહાન બ્રિકસ, ભારત બ્રિક્સ,અને એમ.બી.1 મહાન બ્રિકસ આમ એક માલિક ના બે અને એક માલિક ના એક એમ ત્રણ ઈંટોના ભઠ્ઠા છેલ્લા ચાર વર્ષથી ગેરકાયદેસર રીતે ચાલતા હોવાથી તપાસ હાથ ધરવામાં આવી હતી.જે ગેરકાયદેસર રીતે ચાલતા હોવાથી તાત્કાલિક પણે હાલોલ રૂરલ MGVCL ને જાણ કરતાં વીજ કનેક્શન ના મીટર પણ ઉતારી લેવામાં આવ્યા હતાં. પણ જોકે MGVCL સામે પણ અનેક સવાલો ઊભા થતાં હોય છે કે આવા ગેરકાયદેસર ચાલતા ઈંટોના ભઠ્ઠાઓ મીટર આવ્યાં ક્યાંથી ? કોઈની લાગવગ થી વીજ જોડાણ આપ્યું હશે?જેવાં અનેક સળગતાં સવાલો ઉઠવા પામ્યાં છે.  હાલ નજીક માં આવતી દિવાળી પહેલાં જ આ ત્રણ ભઠ્ઠાઓની તપાસ હાથ ધરી ગેરકાયદેસર રીતે ધમધમી ઉઠેલાં ઈંટોના ભઠ્ઠાઓ પર દિવાળી અગાઉ જ ફટાકડા ફૂટી જતાં ઈંટોના ભઠ્ઠા ના માલિકો ની દિવાળી બગડી..શું તંત્ર દ્વારા બીજા પણ ચાલતાં ઈંટોના ભઠ્ઠાઓ પર તપાસ કરવામાં આવશે ખરી? જો હજુ વધારે તપાસ કરે તો બીજા પણ ગેરકાયદેસર મળી આવવાની શક્યતાઓ ખરી ,એવી લોકવાયકાઓ ફેલાય રહી છે. તો શું તંત્ર આવી લોકવાયકાઓ ને ધ્યાનમાં લઈને અન્ય ગેરકાયદેસર ચાલતાં ભઠ્ઠાઓ પર તપાસ થશે ખરી ? ત્રણેય ઈંટોના ભઠ્ઠાઓ તાત્કાલિક બંધ કરી પાંચ દિવસ માં જમીન સમતલ કરવાનો આદેશ પણ જીલ્લા તંત્ર દ્વારા આપવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.
બ્યુરો રીપોર્ટ પંચમહાલ-ભાવિનભાઈ પરમાર
[button label=”Submit” link=”#” target=”_self” color=”” _fw_coder=”aggressive” __fw_editor_shortcodes_id=”e3c58069d215485a634ada4309ecfbed”][/button]

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *