પંચમહાલ:-કાલોલ તાલુકાના બાકરોલ શાળાના આચાર્યનું રાષ્ટ્રીય આચાર્ય શિરોમણી એવોર્ડ -2020 થી સન્માન કરાયું
પંચમહાલ જિલાના કાલોલ તાલુકામાં આવેલી બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી સતીષકુમાર પ્રજાપતિ દ્રારા શાળામાં બાળકો માટે સતત નવતર પ્રયોગો કરતાં અને શાળાનો ને બાળકોનો સર્વાંગી વિકાસ ના ધ્યેય ને પોતાનો ધર્મ ગણી ફરજ બજાવતા 5 સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિતે તેઓએ વિવિધ સંસ્થા દ્રારા સન્માન મળેલ છે જેમાં મનુષ્યબલ વિકાસ લોકસેવા અકાદમી મુંબઈ દ્રારા ” રાષ્ટ્ર્રીય આચાર્ય શિરોમણી એવોર્ડ -2020 “, સ્વર્ણ ભારત પરિવાર દ્રારા ” શિક્ષા શિરોમણી સન્માન “, ઉદઘોષ દ્રારા ” આઇકોન એવોર્ડ -2020 ” ગોધરા રોટરી ક્લબ દ્રારા ” શ્રેષ્ઠ શિક્ષક સન્માન ” zoom app ના માધ્યમ થી ઓનલાઇન સન્માન પ્રાપ્ત થયેલ છે. જેમાં ” રાષ્ટ્રીય આચાર્ય શિરોમણી એવોર્ડ ” 3 જી ઓક્ટોબર ના રોજ મુંબઈ ખાતે આપી સન્માનિત કરવામાં આવશે. ઉપરાંત insc દ્રારા ” બેસ્ટ પ્રિન્સિપલ એવોર્ડ -2020″ પોસ્ટ ના માધ્યમથી શિલ્ડ, પ્રમાણપત્ર અને આજીવન મેમ્બરશીપ કાર્ડ પણ સોનામાં સુગંધ ભળે તેમ ગઈકાલેજ મળતાં ખુબ આનંદ થયો. આ તમામ સન્માન ના સાચા હકદાર મારી શાળાના નાના ભૂલકાઓ તેમજ મને કાર્ય માં સતત મદદ કરતાં મારા શિક્ષક મિત્રો અને જે ભૂમિ પરથી આ સન્માન પ્રાપ્ત થઇ રહ્યા છે તે બાકરોલ ને અર્પણ કરતાં અંતરમાં ખુબ આનંદ થાય છે.અને મને સતત ઉત્સાહ આપી અને મદદ કરતાં સૌ મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર કાલોલ
પંચમહાલ:-કાલોલ તાલુકાના બાકરોલ શાળાના આચાર્યનું રાષ્ટ્રીય આચાર્ય શિરોમણી એવોર્ડ -2020 થી સન્માન કરાયું
Views 64