નવી ભીલડીમાં બંધ ઘરમાંથી તસ્કરો દાગીના, 8 હજાર રોકડ ચોરી ગયા

Views 127

ડીસાના નવી ભીલડી રાજ બંગલોઝ સોસાયટીમાં રહેતા મકાન માલિક પાલનપુર પોતાના દીકરાને ત્યાં ગયા અને તસ્કરોએ મકાનમાંથી હાથ ફેરો કરી ગયા હતા. તસ્કરોએ સોના-ચાંદીના અને રોકડા રૂ. 8,000 અને એક પૈસા ભરવાના ગલ્લાની ઉઠાંતરી કરી ફરાર થઇ ગયા હતા.આ અંગે ફરિયાદ નોંધાઈ હતી.

નવી ભીલડી રાજ સોસાયટીમાં રહેતા હારુણરસીદભાઈ બચુમિયા સિંધી ભીલડી પશુ દવાખાનામાં વેટેનરી ડ્રેસર તરીકે નોકરી કરે છે. જેઓ 28 જાન્યુઆરીના રોજ પોતાના દીકરાને ત્યાં પાલનપુર પરિવાર સાથે ગયા હતા. તે દરમિયાન ઘરના દરવાજા તોડી રાતના સુમારે અજાણ્યા તસ્કરો દ્વારા અંદર ઘરમાં પડેલી અલગ-અલગ ત્રણ તિજોરી તોડી અંદરથી સોનાની 1 તોલાની બે બુટી તેમજ રૂપિયા 8000 રોકડા, ચાંદીની બે તોડી, ચાંદીનો દોરો અને પૈસા ભરવાના ગલ્લા સહિત તસ્કરો ઉઠાવી ગયા હતા.

જેઓએ પાલનપુર સોમવારે પોતાના ઘરે નવી ભીલડી પરત આવી ઘરનો દરવાજો ખુલ્લો જોતાં અને ઘરનો સામાન વેરવિખેર જોતા પોતે આજુબાજુમાં જાણ કરી હતી અને પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *