ભારત પાકિસ્તાન સરહદ પર સૌથી છેલ્લા રણની કાંધી એ આવેલા માવસરી પોલીસ સ્ટેશનમાં 10 વર્ષથી રણની રખેવાળી કરતા ઊંટનું રવિવારે નિધન થતાં માવસરી પોલીસે સન્માનપૂર્વક અંતિમ વિદાય આપી હતી. માવસરી પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા 10 વર્ષથી સેવા આપતો સરકારી ઉંટ નરસીય બે દીવસથી બીમાર હતો અને તેની સારવાર ચાલુ હતી દરમ્યાન રવિવારે નરસીયો ઊંટનું વીસ વર્ષ i ઉંમરમાં અવસાન થયું હતું. પોલીસ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે “આ ઉંટ એ પોલીસ ખાતાની સરહદી વિસ્તારમાં 2004થી સેવામાં હતો.
અને પોલીસની સાથે રહીને બોર્ડર વિસ્તારમાં પેટ્રોલીંગ માટે હર હમેશા ખડે પગે રહી વફાદારી પૂર્વક કામગીરી બજાવી હતી. પોલીસને દુર્ગમ રણ વિસ્તાર જ્યા વાહન વ્યવહાર શક્ય ના હોય તેવા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા અને ગેરકાયદે પ્રવૃતી અટકાવવા ભારત પાકીસ્તાન બોર્ડરના વિસ્તારમાં સતત સેવા આપી છે તથા પોલીસના સાથી તરીકે વીસ વર્ષ જેટલા સમય સુધી સેવા આપી ઉંટનું અણધારી વિદાય થતા માવસરી પોલીસ સ્ટેશન દ્વારા ભારે દુ:ખની લાગણીથી તેની અંતીમ લીધી કરાઈ છે.
માવસરી પોલીસ સ્ટેશનના પીઆઈ એન.પી.સોનારા અને પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ઉંટને સલામી આપીને અંતીમ વિદાય કરવામાં આવી હતી. ” ઉલ્લેખનીય છે કે માવસરી પોલીસ સ્ટેશનમાં અગાઉ બે ઊંટ હતાં જેમાં અગાઉ એક ઊંટનું ચાર વર્ષ પહેલાં નિધન થયું હતું જ્યારે એકમાત્ર છેલ્લા ઊંટનું રવિવારે નિધન થયું હતું.