નવરાત્રિમાં લોકો ઉપવાસ કરીને કરે છે માતાની આરાધના
ઉપવાસમાં પૂરતો ખોરાક ન લેવાને કારણે આવે છે શરીરમાં નબળાઈ
નવરાત્રિના ઉપવાસ દરમિયાન કરો હેલ્ધી ડ્રિંક્સનું સેવન.
આ વર્ષે નવરાત્રિનો તહેવાર 7 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન ઘણા લોકો ઉપવાસ કરીને માતાની આરાધના કરે છે. એવામાં પૂરતો ખોરાક ન લેવાને કારણે શરીરમાં નબળાઈ આવી જાય છે અને થાક લાગે છે.
જો તમે ઉપવાસ દરમિયાન ખાવાનું ટાળો છો, તો તમારે નવરાત્રિના ઉપવાસ દરમિયાન કેટલાક ડ્રિંક્સનું સેવન કરવું જોઈએ, જેથી તમારી રોગપ્રતિકારક શક્તિ અકબંધ રહે છે અને શરીર હાઈડ્રેટ રહે છે. કેટલાક હેલ્ધી ડ્રિંક્સ વિશે જણાવી રહ્યા છીએ, જેને પીવાથી તમે હાઇડ્રેટેડ રહેશો અને શરીરમાં પાણીની કોઈ કમી રહેશે નહીં. આ ડ્રિંક્સ તમને ઠંડક અને શક્તિ આપશે. તમે શેક, સ્મૂધી અને અન્ય પીણાંનું પણ સેવન કરી શકો છો.
ઉપવાસ કરવાથી શરીરને ફાયદો થાય છે – શરીરનું મેટાબોલિક સ્તર મજબૂત થાય છે, બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રહે છે, તણાવ ઓછો કરી શકાય છે, વજન ઘટે છે, રોગપ્રતિકારક શક્તિને મજબૂત થાય છે, શરીરના ઝેરી પદાર્થો બહાર આવે છે.
નવરાત્રિ દરમ્યાન સ્વસ્થ અને હાઈડ્રેટેડ રહેવા માટે આ પીણાં પીવો – નાળિયેર પાણી, ફુદીનાનું શરબત, કાકડી અને ટામેટાનો રસ, દાડમનો જ્યુસ, બનાના મિલ્ક શેક, તરબૂચનો જ્યુસ, લસ્સી, કેસરનું દૂધ, લીંબુ પાણી, કાકડીનું પાણી, છાશ, નારંગીનો જ્યુસ.