આ વખતે તિથિનો ક્ષય હોવાથી નવરાત્રિ 8 દિવસની
માં ચંદ્રઘંટા અને કુષ્માંડાનું પૂજન 9 ઓક્ટોબર
નવરાત્રિએ દેવીમાંના અલગ અલગ સ્વરૂપોનું પૂજન

શારદીય નવરાત્રિ શરૂ થઇ ચુકી છે. આજે માનુ બીજુ નોરતુ છે. આ વખતે બે તિથિઓ એક સાથે હોવાથી નવરાત્રિ આઠ દિવસની રહેશે. માં ચંદ્રઘંટા અને કુષ્માંડાનું પૂજન 9 ઓક્ટોબરે થશે, 14 ઓક્ટોબરે મહાનવમીની ઉજવણી કરાશે. આથી નવરાત્રિએ દેવીમાંના અલગ અલગ સ્વરૂપોનું પૂજન કરાશે. નવરાત્રિના નવ દિવસ માની આરાધનામાં તેમની પસંદીગીનો પ્રસાદ ભોગ ધરાવાયા છે. જેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ભક્તોની તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે.
માં શૈલપુત્રી
માં શૈલપુત્રીને (Maa Shailputri) ઘી ચડાવવામાં આવે છે તેમજ ઘીના પ્રસાદ વાળી સફેદ વસ્તુઓનો ભોગ ધરાવાય છે.
બ્રહ્મચારીણીમાં
બ્રહ્મચારીણીમાંને (Maa Brahmacharini) સાકરનો ભોગ ધરાવવામાં આવે છે. પંચામૃત, મિસરીનો ભોગ ધરાવવામાં આવે છે.
માં ચંદ્રઘંટા
માં ચંદ્રઘંટાને (Maa Chandraghanta) ખીર ધરાવવામાં આવે છે તેમને દૂધથી બનેલી વસ્તુઓનો ભોગ ધરાવવામાં આવે છે. માતાને દૂધની વસ્તુઓનો પ્રસાદ ધરાવવામાં આવે છે.
માં કુષ્માંડા
માં કુષ્માંડાને (Maa Kushmanda) માલપૌઆ ધરાવવામાં આવે છે.
માં સ્કંદમાતા
માં સ્કંદમાતાને (Maa Skandmata) કેળાનો પ્રસાદ ધરાવવામાં આવે છે.
માં કાત્યાયની
માં કાત્યાયનીને (Maa Katyayani) મધ ધરાવવામાં આવે છે.
મા કાળરાત્રી
મા કાળરાત્રીને (Mata Kalratri) ગોળનો પ્રસાદ ધરાવવામાં આવે છે.
મા મહાગૌરી
મા મહાગૌરીને (Maa Mahagauri) નાળિયેર ધરાવવાથી માતા પ્રસન્ન થાય છે.
મા સિદ્ધિદાત્રી
તલ નવરાત્રિના છેલ્લા દિવસે દેવી સિદ્ધિદાત્રીની (Maa Siddhidatri) પૂજા કરવામાં આવે છે. માતાના ભક્તો આ દિવસે માતાને ખીર, ચણા-પુરી, પૌઆ અને સફેદ પ્રકારના અનાજ અર્પણ કરે છે અને પછી તેને ગરીબોને દાન કરે છે. જીવનમાં દરેક પ્રકારની શાંતિ અને સુખ મેળવે છે.