નવરાત્રિ ને ધ્યાનમાં લઈ પાવાગઢ તરફ આવતા તમામ પ્રકારના ખાનગી વાહનો માટે પ્રતિબંધ

Views 57

પંચમહાલ જિલ્લામાં પાવાગઢ યાત્રાધામ ખાતે આસો નવરાત્રિ પર્વ દરમિયાન મોટી સંખ્યામાં દુર દૂરથી યાત્રાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને ટ્રાફિક નિયમન યોગ્ય રીતે જળવાઈ રહે તેમજ કોવિડ સંક્રમણ સામે તકેદારીના ભાગરૂપે પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) સાહેબ દ્વારા  ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે મળેલ અધિકારની રૂએ *હાલોલ ટિમ્બી ત્રણ રસ્તાથી, ધનકુવા ચોકડીથી, વડા તળાવથી તથા ટપલાવાવ તરફથી* પાવાગઢ તરફ આવતા તમામ પ્રકારના ખાનગી વાહનો માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ હુકમ તા. ૩૧/૧૦/૨૦૨૦ સુધી સુધી અમલી રહેશે.  આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર  ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.જેની તમામ લોકોએ નોંધ લેવી.

બ્યુરો રીપોર્ટ પંચમહાલ-ભાવિનભાઈ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *